સિંગર નેહા કકકડ અને રોહનપ્રીતની હલ્દી સેરેમનીના ફોટા વાયરલ

24 October 2020 05:30 PM
Entertainment
  • સિંગર નેહા કકકડ અને રોહનપ્રીતની હલ્દી સેરેમનીના ફોટા વાયરલ

યલો આઉટફીટમાં સજજ બંનેને ચાહકોએ પાઠવ્યા અભિનંદન

મુંબઇ તા. ર4
બોલિવુડની જાણીતી સિંગર અને સેલ્ફી કિવનના નામે ઓળખાતી નેહા કકકડ અને રોહનપ્રીત લગ્નનાં તાંતણે બંધાવા જઇ રહયા છે. બંનેના ફોટા છેલ્લા ઘણા સમયથી સોશિલય મીડિયા પર વાઇરલ થઇ રહયા છે. નેહા પણ પોતાના ચાહકો માટે દરેક સેરેમની (વિધિ) ના ફોટા સોશિયલ મીડિયા પર શેર કરી રહી છે. તાજેતરમાં જ નેહાએ હલ્દી સેરેમનીના ફોટા અપલોડ કર્યા છે. જેમાં નેહા અને રોહનપ્રીત એકબીજા સાથે ખુબ ખુશ દેખાઇ રહયા છે.શુક્રવારે નેહા અને રોહનપ્રીતની મહેંદી અને હલ્દી સેરેમની યોજાઇ હતી. સાંજે જ નેહાએ પોતાના આ ફોટા સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા. થીમ અનુસાર સ નેહા અને રોહનપ્રીત બંને પીળા રંગના કપડામાં જોવા મળે છે. આ તસ્વીરોને નેહાએ કેપ્શન આપી લખ્યુ કે ‘નેહુપ્રીતની હલ્દી સેરેમની’. ફોટામાં બંને એકબીજા ની સાથે ખુબ ખુશ દેખાઇ રહયા છે.આ તસ્વીરો પર તમામ સેલિબ્રિટી એ કમેન્ટ કરી છે. બિગ બોસ 14માંથી પરત ફરેલ ગૌહર ખાને લખ્યુ કે ‘તારી સ્માઇલ દિલ ખુશ કરી દે છે ભગવાન તારી રક્ષા કરે.’ તો શ્રધ્ધા આર્યાએ લખ્યુ છે કે ‘તું એટલી સુંદર દેખાઇ રહી છે કે મારી આંખમા ખુશીનાં આસુ આવી ગયા’. ભાઇ ટોની કકકડે પણ નેહાને અભિનંદન પાઠવ્યા છે. નેહાના તમામ મિત્રો તેના લગ્નમાં શામેલ થવા દિલ્હી પહોંચી રહયા છે. અત્રે ઉલ્લેખનીય છે કે નેહા ઇન્ડિયન આઇડલ અને સારેગામાપા લિટલ ચેમ્પસ જેવા શો જજ કરી ચુકી છે. રોહનપ્રીત ખુદ પણ એક સિંગર છે. જેણે ર007માં સારેગામાપા લિટલ ચેમ્પસથી પોતાના સિંગિગ કરીયરની શરૂઆત કરી હતી.


Related News

Loading...
Advertisement