કાશ્મિરમાં ભારતે પાકનું કવાડકોપ્ટર તોડી પાડયું

24 October 2020 05:11 PM
India World
  • કાશ્મિરમાં ભારતે પાકનું કવાડકોપ્ટર તોડી પાડયું

હથિયારોનો જથ્થો ફેંકવા નાપાક હરકત

નવી દિલ્હી: ભારતે આજે જમ્મુ-કાશ્મિરના કેરાન સેકટરમાં અંકુશ રેખાએ પાકીસ્તાનના લશ્કરનું ચની કંપનીની બનાવટનું કવાડકોપ્ટર તોડી પાડયું હતું.અહેવાલો મુજબ પાકિસ્તાન આવા ડ્રોન મારફત હથિયારોની ખેપ મોકલી રહ્યું છે. છેલ્લા કેટલાક સમયથી સુરક્ષાદળો માટે આતંકીઓ સામેના અભિયાનમાં આ સૌથી મોટો પડકાર બન્યો છે.


આંતરરાષ્ટ્રીય સરહદે પાકિસ્તાની ડ્રોન તોડી પડાયું હોઈ તેવો આ પ્રથમ બનાવ નથી. ચાલુ વર્ષે જાન્યુઆરી અને ગત વર્ષે નવેમ્બરમાં પંજાબના હુસેનવાલા સેકટરમાં પાકિસ્તાનની સરહદના વિસ્તારમાં ડ્રોન ઉડતું જોવા મળ્યું હતું.કવાડકોપ્ટર ડ્રોન માટે વધુ ચોકકસ શબ્દ છે. તે ચાર રોટર્સ દ્વારા નિયંત્રીત હોય છે. દરેક રોટરમાં મોટર અને પ્રોપેલર હોય છે, એથી વિપરીત ડ્રોન શબ્દપ્રયોગ કોઈપણ માનવરહીત યાન માટે વપરાય છે.


Related News

Loading...
Advertisement