પુંછમાં પાકિસ્તાની બંદૂકની બોલતી બંધ: 3 સૈનિક ઠાર, 2 ઘાયલ

24 October 2020 05:09 PM
World
  • પુંછમાં પાકિસ્તાની બંદૂકની બોલતી બંધ: 3 સૈનિક ઠાર, 2 ઘાયલ

ઉશ્કેરાટ વગર યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરતાં ભારતીય સેનાએ આપ્યો જડબાતોડ જવાબ

નવીદિલ્હી, તા.24
નિયંત્રણ રેખા ઉપર બે દિવસ શાંતિ જાળવ્યા બાદ ફરી એક વખત પાકિસ્તાની સેનાએ કોઈ જાતના ઉશ્કેરાટ વગર જ કસબા અને કીરની સેક્ટરમાં અંધાધૂંધ ફાયરિંગ શરૂ કરી દેતાં ભારતીય સેનાએ તેનો જડબાતોડ જવાબ આપ્યો હતો જેમાં પાકિસ્તાનના ત્રણ સૈનિક ઠાર મરાયા છે અને બે ગંભીર રીતે ઘાયલ થયા છે. ભારતની આ કાર્યવાહી બાદ સીમા પાર ગોળીબાર બંધ થઈ ગયો છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર ગઈકાલે સાંજે છ વાગ્યે પાકિસ્તાની સેનાએ ગોળીબાર શરૂ કરી દીધો હતો. પ્રારંભે હલ્કા હથિયારોનો પ્રયોગ કર્યો અને બાદમાં મોર્ટાર ફેંકવાનું શરૂ કરી દીધું હતું. ભારતે વળતી કાર્યવાહી કરીને ત્રણ પાકિસ્તાની સૈનિકોને ઠાર માર્યા હતા. ગોળીબાર શરૂ થતાં જ લોકોમાં ભાગદોડ મચી ગઈ હતી. બન્ને બાજુથી અંદાજે એક કલાક સુધી ગોળીબાર ચાલ્યો હતો. પહેલાં પાકિસ્તાની સેનાએ બુધવારે આ જ ક્ષેત્રોમાં ગોળીબાર કર્યો હતો.
આંતરરાષ્ટ્રીય સીમા (આઈબી) પર પાકિસ્તાને યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરી અંદાજે સાડા સાત કલાક ગોળીબાર કર્યો હતો. સીમા પર ચાલી રહેલા સુરક્ષા બંધનું કામ શરૂ થતાંની સાથે જ પાકિસ્તાને ગોળા ફેંકવાનું શરૂ કરી દીધું છે. પાકિસ્તાનની 25 ચિનાબ રેન્જર્સે પપ્પુ ચક, જગુઆલ પોસ્ટ પરથી મશીન ગનથી બીએસએફની ચોકીઓ અને રહેણાક વિસ્તારોને નિશાન બનાવવાની કોશિશ કરી હતી.


Related News

Loading...
Advertisement