સુરતમાં જેલમાં નારાયણ સાંઇ સહિત ત્રણ કેદી પાસેથી મોબાઇલ મળ્યો

24 October 2020 04:59 PM
Surat Crime
  • સુરતમાં જેલમાં નારાયણ સાંઇ સહિત
ત્રણ કેદી પાસેથી મોબાઇલ મળ્યો

સુરત, તા.24
દુષ્કર્મ કેસમાં લાજપોર જેલમાં સજાકાપી રહેલા નારાયણ ઉર્ફે નારાયણ સાંઇ આસુમલ હરપલાણી ઉપરાંત આજ બેરેકના અન્ય ચાર કેદીઓ પાસેથી મોબાઇલ ફોન મળી જતાં ખળભળાટ મચી ગયો છે.જેલ વહીવટી તંત્રે આ મામલે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કરાવ્યો છે.


સુરતની લાજપાર જેલમાં કેદીઓ પાસેથી મોબાઇલ મળવા કોઇ પ્રથમ ઘટના નથી, અગાઉ પણ કેદીઓ પાસેથી મોબાઇલ જપ્ત થયેલા છે, નારાયણ સાંઇ કહેવાતા આધ્યાત્મિક ગુરુ આસારામના પુત્ર છે જેઓ પણ દુષ્કર્મ કેસમાં જેલમાં છે.


Related News

Loading...
Advertisement