તો દરેક અમેરિકનોને કોરોના વેકસીન ફ્રી: જો બાઈડેનનું ચૂંટણી વચન

24 October 2020 02:56 PM
World
  • તો દરેક અમેરિકનોને કોરોના વેકસીન ફ્રી: જો બાઈડેનનું ચૂંટણી વચન

અમેરિકનો હાલ કોરોનાથી મરવાનું શીખી રહ્યા છે પણ હું તે અટકાવીશ

વોશિંગ્ટન તા.24
અમેરિકામાં પ્રમુખપદની ચૂંટણી હવે રસપ્રદ અને અંતિમ તબકકામાં પહોંચી ગઈ છે ત્યારે ડેમોક્રેટીક પક્ષના ઉમેદવાર જો બાઈડેને જો તેઓ ચુંટાશે તો દેશમાં કોરોનાની વેકસીન દરેકને ફ્રીમાં આપવામાં આવશે તેવી જાહેરાત કરી હતી. શ્રી બાઈડેને કહ્યું કે આજે અમેરિકાનો કોરોના વાયરસને કારણે મરવાનું શીખી રહ્યા છે. પરંતુ હું તે સીલસીલો અટકાવી શકશે અને પ્રમુખપદે ચૂંટાયા બાદ દેશમાં દરેક વ્યક્તિ માટે કોરોના વેકસીન નિશુલ્ક ઉપલબ્ધ બને તે હું જોઈશ અને મારી પ્રાથમીકતા કોરોના સામેના જંગને ગંભીરતાથી લઈને આગળ વધવાની હશે. બીજી તરફ અમેરિકામાં કોરોના સંક્રમણ જયારે વધી રહ્યું છે ત્યારે નેશનલ ઈન્સ્ટીટયુટ ઓફ એલર્જી એન્ડ ઈન્ફેકસન ડીસીઝના વડા અને અમેરિકાના જાણીતા કોરોના નિષ્ણાંત ડો. એન્થની ખુર્શીએ હજુ પણ દેશમાં માસ્ક ફરજીયાત કરવા અંગે ખચકાટ વ્યક્ત કર્યો હતો અને જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર રાષ્ટ્રીય સરકાર તે કરી શકે નહી પરંતુ રાજય સરકારે તે કામ કરવું જોઈએ. અમેરિકામાં કોરોના સંક્રમણ ચૂંટણી સમયે વધુને વધુ ઉગ્ર બની રહ્યું છે તે સમયે હવે આ ચૂંટણીએ કોરોના સામેની કામગીરીનો લોકમત બની રહેશે તેવું માનવામાં આવે છે.


Related News

Loading...
Advertisement