બોટાદ-સુરેન્દ્રનગર-ભાવનગરને જોડતા રસ્તાઓનો ભુકકો; ચાલકો હેરાન

24 October 2020 12:42 PM
Botad
  • બોટાદ-સુરેન્દ્રનગર-ભાવનગરને જોડતા રસ્તાઓનો ભુકકો; ચાલકો હેરાન

શિવસેના-બોટાદના આગેવાન દ્વારા બિસ્માર રસ્તાની યાદી સાથે રાજય સરકારના ના.મુખ્યમંત્રીને ઉગ્ર રજુઆત

બોટાદ તા. ર4 : સૌરાષ્ટ્ર વીસ્તારના અનેક રસ્તાઓ ભયંકર પોજીસનમાં છે તેમાં અમુક ગ્રામ્ય વીસ્તારમાં તો આઝાદી પછી પણ રસ્તાઓની સુવીધા બીલકુલ મળેલ નથી. ગત તા. ર1/09/ર0ર0 ના રોજ એક લેખીત પત્રમાં ભાવનગર-બોટાદ અને સુરેન્દ્રનગર જીલ્લાના અનેક રસ્તા ભયંકર પોજીસનમાં છે અનેક ધાર્મિક સ્થળોએ જતા રસ્તાઓ ભયંકર હાલતમાં છે તે અંગેની લેખીત રજુઆત શિવસેનાના ગુજરાત પ્રદેશ અગ્રણી મયુરકુમાર શાહે નાયબ મુખ્યમંત્રીશ્રી અને માર્ગ/મકાન વીભાગનો વધારાનો હવાલો સંભાળતા નિતીનભાઇ પટેલ ને કરી હતી જેમાં શાહે જણાવ્યુ હતુ કે ઉ5રોકત ત્રણેય જીલ્લાના રસ્તાઓ બીસ્માર છે શા માટે ? અહીં ભ્રષ્ટાચાર થયો હોવાની પુરેપુરી શકયતા છે.
જેમાં બોટાદ તાલુકાના લીંબોડા થી દેરડી સુધીનો રસ્તો જે તે સમયે સરકારશ્રીએ મંજુર કરેલ જેમાં લીંબોડા થી દેરડી જતા ર કીમી કામ થયેલ છે અને લોકો 3 કીમીનું કામ કાચો રસ્તો જે તે આઝાદી સમયે હતો તેમનો તેમજ છે. શા માટે ? સરકારએ કયારેય અડધા રસ્તા મંજુર કરેલ ન હોય તો અહીં 3 કીમી આખો રસ્તો બાકી કેમ છોડી જેમાં કોઇપણ જાતનું કામ કરવામાં આવેલ નથી અહી ભ્રષ્ટાચાર થયો હોવાની પુરેપુરી શકયતા છે. આ રસ્તો તત્કાલ ક્રોકીંટ કરી બે ફુટ ઉંચો લઇને ડબલ પટ્ટી ડામર પેવર બનાવવો તેમજ અન્ય રસ્તાઓમાં લીંબોડા થી લોયા જતા નદીઆવે છે જેમાં ચોમાસાના ચાર મહીના આ વિશ્ર્વ પ્રસીધ્ધ યાત્રાધામ વીખુટુ પડી જાય છે તેમાં મેજર ઓવરબ્રીજ બનાવવો આ સીવાય સુરેન્દ્રનગર જીલ્લાના ચાંચકા ગામેથી ધારપીપળા સુધીનો રસ્તો અડધો છોડેલ છે તે બનાવવો તેમજ ભાવનગર જીલ્લાના પ્રોપર ભાવનગર શહેરના વિશ્ર્વ પ્રસીધ્ધ તીર્થધામ ઝાંઝરીયા શ્રી હનુમાનજીની જગ્યા છે.સ લોકો અહી ચાલીને દર્શને જાય છે આ રોડ અત્યંત ભયંકર પોજીસનમાં છે તેને અડધો ફુટ ખોદીને ક્રોકીંટ કરીને ડબલ પટ્ટી ડામર પેવર કરવો તેમજ ભાવનગર શહેરની તમામ સોસાયટીના શહેર સાથે જોડતા તેમજ ગ્રામ્ય વીસ્તારને જોડતા તમામ રસ્તા રીકાર્પેટ કરવા. તેમજ અન્ય રસ્તાઓમાં બોટાદ શહેર અને જીલ્લાના તેમજ સુરેન્દ્રનગર શહેર તથા જીલ્લાના ગ્રામ્ય વીસ્તારોને જોડતા તેમજ બોટાદ થી ગઢડા (સ્વામી) સુધી ડબલ પટ્ટી રીકાર્પેટ તેમજ હામાપર ગામે ગામતળમાં નદી આવેલ છે તેની ઉપર ઓવરબ્રીજ બનાવવો તેમજ અમરેલી જીલ્લાનું લાઠી તાલુકામાં આવેલ વિશ્ર્વ પ્રસીધ્ધ યાત્રાધામ શ્રી ભુરખીયા હનુમાનજી મંદીર સુધી જતા તમામ રસ્તાઓ ભયંકર હાલમાં છે તેને રીકાર્પેટ કરવા.
તેમજ રાણપુર થી એક બાજુમાં એસટી સ્ટેન્ડ પાસેથી પૌરાણીક શ્રી હનુમાનજીની જગ્યા (આશ્રમ) છે. તેનો રસ્તો કાચો છે તે બે ફુટ ખોદીને ક્રોકીંટ કરીને ડામર પેવર કરવો તેમજ ધારપીપળાથી વિશ્ર્વ પ્રસીધ્ધ યાત્રાધામ લોયા જયા સ્વયં સ્વામીનારાયણ ભગવાન પધાર્યા હતા તે જગ્યાએ હાલમાં કરોડોના ખર્ચે નુતન મંદીર આકાર લઇ રહયુ છે તથા ધારપીપળાથી આ લોયા ધામ સુધીનો રસ્તો બનાવવાથી સમગ્ર ગુજરાત તેમજ વિશ્ર્વથી અમદાવાદ, ધંધુકા, રાણપુર થઇને આવતા યાત્રીકો સંતોને સરળતા બને શકે. માત્ર ધારપીપળાથી લોયા સુધીનો જ રસ્તો ભયંકર પોજીસનમાં છે આમ અનેક રસ્તાઓની સાથે સાથે બોટાદના ઉમાપાર્ક-4 સોસાયટીનો એક રસ્તો બાકી છે તે બનાવવો તેમજ બોટાદના માથાના દુખાવા સમાન અને અમદાવાદને જોડતા એક માત્ર રસ્તા ઉપર આવેલ સરકારી હાઇસ્કુલ પાસે અંડરપાસ બની રહયો છે જેને આજે આશરે સાડા ત્રણ વર્ષ થવા આવ્યા છતાં કામ પુર્ણ થયેલ નથી.
આ કામ છ મહીનાની મુદતમાં પુર્ણ થવાનુ હતુ ત્રણ કોન્ટ્રાકટર બદલાઇ ગયા પરંતુ કામ પુર્ણ થયેલ નથી બોટાદથી તથા આજુબાજુની જનતાને માથાનો દુખાવો સાબીત થયેલ છે. આ પ્રશ્ર્ને અમોએ પ્રથમ અરજી તા. ર4/06/ર018 ના રોજ કરેલ હતી ત્યારબાદ તા. ર4/06/ર019ના રોજ રીમાઇન્ડર કરેલ પરંતુ કોઇ કામગીરી આગળ વધેલ નહી ત્યારે ફરીવાર ત્રીજી વાર આ પત્ર તા. 1પ/10/ર0ર0 ના રોજ રીમાઇન્ડર કરેલ છે જો આ કુંભકર્ણની નીંદ્રામાં પોઢેલ તંત્ર જાગે સરકાર જાગે તો આ કામ પુર્ણ થાય અને પ્રજાનો છુટકારો થાય ઉ5રોકત તમામ કામો સત્વરે પુર્ણ કરવા શાહે તેમના પત્રમાં સરકારને ભાર પુર્વક જણાવેલ છે.


Loading...
Advertisement