પોરબંદરનાં કડીયાપ્લોટમાં યુવતીએ એસીડ ગટગટાવી લેતા સારવારમાં

24 October 2020 12:31 PM
Porbandar
  • પોરબંદરનાં કડીયાપ્લોટમાં યુવતીએ એસીડ ગટગટાવી લેતા સારવારમાં

રાજકોટ તા. ર4 : પોરબંદરના કડીયાપ્લોટમાં રહેતી શ્રધ્ધા વસંતભાઇ વાઢેર (ઉ.વ. 17) નામની યુવતીએ એસીડ ગટગટાવી લેતા સારવારમાં ખસેડાઇ હતી.સ શ્રધ્ધાબેન બે બહેનમાં મોટી છે. તેના પિતા મજુરીકામ કરે છે. તેમના દાદા હાલ નિવૃત જીવન ગાળે છે.
યુવતીએ આર્થિકભીંસથી પગલું ભરી લીધાનું પ્રાથમિક તારણ છે. આ અંગે કમલાબાગ પોલીસ મથકમાં સ્ટાફે કાર્યવાહી કરી હતી.


Loading...
Advertisement