રાજકોટના અધિક કલેકટર પરિમલ પંડયા સહિત 21 જીએએસ અધિકારીઓને સિનિયર સ્કેલ

24 October 2020 12:18 PM
Rajkot Saurashtra
  • રાજકોટના અધિક કલેકટર પરિમલ પંડયા સહિત 21 જીએએસ અધિકારીઓને સિનિયર સ્કેલ

જામનગર-ગીર સોમનાથ-ભાવનગર-સુરેન્દ્રનગરના અધિકારીને દિવાળી ગીફટ :હવે 1997 બેચના સિનિયર અધિકારીઓનો આઇએએસ થવાના માર્ગ મોકળો : લાભ અપાશે

રાજકોટ તા.24
રાજકોટ અધિક કલેકટર પરિમલ પંડયા સહિત રાજયના 21 સિનિયર જીએએસ કેડરના અફસરોને રાજય સરકારે દિવાળી ગીફટ આપી હોય તેમ સિનિયર સ્કેલનો લાભ આપ્યો છે. 1996 બેચ કલીયર થતા હવે આ અધિકારીઓ પૈકીના મોટા ભાગને સંભવત વર્ષ 2021માં આઇએએસનું પ્રમોશન મળવાના સંજોગો ઉજળા બન્યા છે.


ગુજરાત રાજય સરકારના સામાન્ય વહિવટ વિભાગના અધિક સચિવ અશોક દવેના જણાવાયા મુજબ રાજય સરકારે રાજકોટના અધિક નિવાસી કલેકટર પરિમલ પંડયા સહિત રાજયના 21 અધિકારીઓને સિનિયર સ્કેલનો લાભ આપ્યો છે. નવા પે સ્કેલમાં સરકારે 1.23.100-2.15.900 પ્રમાણેનો બેજીક પે ગણવાનો હુકમ કર્યો છે. સરકારે આપેલ સિનિયર સ્કેલના લાભમાં પી.આર.રાણા, એમ.વી.ઉપાઘ્યાય, એ.આર.શાહ, પી.બી.પંડયા, એન.જે.દવે, એચ.કે.વ્યાસ, આર.પી.સરવૈયા, વાય.એમ.કરૂડ, જી.બી.મુંગલપરા, એસ.એમ.શાહ, પી.સી.ઠાકોર, યુ.એન.વ્યાસ, જે.એસ.પ્રજાપતિ, બી.એમ.પ્રજાપતિ, જી.એસ.સોલંકી, વી.કે.મહેતા, જે.એન.વાઘેલા, એચ.એન.વોરા, કે.બી.ઠક્કર, એસ.ડી.વસાવા અને વાય.પી.જોષીનો સમાવેશ થાય છે.


દરમ્યાન રાજકોટના અધિક કલેકટર પરિમલ પંડયા સહિતના અનય 6 જેટલા સિનિયર અધિકારીઓ રાજકોટમાં ફરજ બજાવી ગયા છે. રાજય સરકારે સિનિયર સ્કેલનો લાભ આપ તેમના અગામી વર્ષમાં આઇએએસના પ્રમોશનનો માર્ગ મોકળો કર્યો છે.


Related News

Loading...
Advertisement