સૌરાષ્ટ્ર-કચ્છ સહિત રાજ્યમાં ગુલાબી ઠંડી શરૂ

24 October 2020 11:59 AM
kutch Saurashtra
  • સૌરાષ્ટ્ર-કચ્છ સહિત રાજ્યમાં ગુલાબી ઠંડી શરૂ

રાજ્યમાં સૌથી વધુ ઠંડક ગાંધીનગર-નલીયામાં : રાજકોટમાં સવારે ર1 ડિગ્રી સાથે ઠંડક

રાજકોટ, તા. ર4
રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છ અને ગુજરાતમાં આજે સવારે ગુલાબી ઠંડીનો ચમકારો અનુભવાયો હતો. આજે સવારે રાજ્યનું સૌથી ઠંડુ શહેર ગાંધીનગર અને નલીયા રહ્યા હતા.
આ અંગેની રાજ્ય હવામાન કચેરીનાં સુત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ આજરોજ સવારે ગાંધીનગરનું લઘુતમ તાપમાન 17 .પ ડીગ્રી નોંધાતા પાટનગરવાસીઓએ ગુલાબી ઠંડી અનુભવી હતી. જ્યારે આજે કચ્છનાં નલીયા ખાતે પણ સવારે 18.4 ડીગ્રી લઘુતમ તાપમાન નોંધાયુ હતું. આમ નલીયા ખાતે આજે સવારે ગુલાબી ઠંડી અનુભવાઇ હતી.
આ ઉપરાંત આજરોજ સવારે રાજકોટનું લઘુતમ તાપમાન ર1.ર ડિગ્રી નોંધાયુ હતું. તેમજ હવામાં ભેજ 64 ટકા રહ્યો હતો અને પવનની ઝડપ 8 કિ.મી. સરેરાશ રહી હતી. આમ આજે રાજકોટવાસીઓએ પણ ઠંડીનો ચમકારો અનુભવ્યો હતો.
દરમ્યાન આજે સવારે અમદાવાદ ખાતે 19.1, ડીસામાં 18.6, વડોદરામાં 19.6, સુરતમાં ર1.8, કેશોદમાં ર0.4, ભાવનગરમાં રર.6, પોરબંદરમાં ર1.પ, સુરેન્દ્રનગરમાં રર.7, ન્યુ કંડલા ખાતે ર1, કંડલા એરપોર્ટ ઉપર ર0, અમરેલીમાં ર3, મહુવામાં ર0 અને વલસાડ ખાતે 19 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું.


Related News

Loading...
Advertisement