કોરોનાની સ્વદેશી રસી કોવાકિસનનું પ્રાયોગિક ઉત્પાદન શરૂ

24 October 2020 11:41 AM
World
  • કોરોનાની સ્વદેશી રસી કોવાકિસનનું પ્રાયોગિક ઉત્પાદન શરૂ

અમેરિકામાં પણ એસ્ટ્રાઝેનેકા, જોન્સન એન્ડ જોન્સનની રસીની ટ્રાયલ ફરી શરૂ

વોશિંગ્ટન,મુંબઈ,તા. 24 : અમેરિકા અને યુરોપના કેટલાક દેશોમાં કોરોના ફરી માઝા મૂકી રહ્યો છે. ત્યારે અમેરિકામાં કોવિડ 19 રસીની બે મુખ્ય ક્લિનિક્સ ટ્રાયલ ફરી પાટે ચડતાં આશાનું કિરણ જાગ્યું છે. બીજી બાજુ ભારતની પ્રથમ સ્વદેશી રસીના ત્રીજા તબક્કાની ટ્રાયલ માટે મંજૂરી મળી ગઇ છે. એટલું જ નહીં હૈદ્રાબાદના રસી નિર્માતા ભારત બાયોટેકે તેનો કેન્ડીડેટ કોવાકિસનનું જોખમ લઇ ઉત્પાદન પણ શરુ કરી દીધું છે. અને તે ક્ષમતા વધારવાના ફીરાકમાં છે.


ટેસ્ટ પરિણામોના આધારે ભારતની પ્રથમ વેકિસન કેન્ડીકેટ સ્નાયુમાં અપાશે અને એ પછી નાક દ્વારા અપાશે. કોવાકિસન બનાવવા હૈદ્રાબાદમાં કંપની જીનોમ બેલી ફેસીલીટી ખાતે બીજો પ્લાંટ ઉભો કરવા સાથે વેકિસન બનાવવા દેશમાં અન્ય સાઈટ ગોતી રહી છે.


દરમિયાન, એસ્ટ્રાઝેનેકાએ જાહેર કર્યું છે કે બ્રિટનની ઓક્સફર્ડ યુનિવર્સિટીના સહયોગથી વિકસાવાઈ રહેલી રસીની ટ્રાયલ અમેરિકામાં ફરી શરુ થઇ છે. સપ્તાહ પહેલાં વોલન્ટીયર બીમાર પડતાં ટ્રાયલ મોકૂફ રખાઈ હતી. ઉલ્લેખનીય છે કે અમેરિકામાં કોરોનાથી 223000 લોકો મૃત્યુ પામ્યા છે.


રસી સાથે મૃત્યુ સંકળાયેલા નથી તેવા સતાવાળાઓના નિષ્કર્ષ બાદ બ્રિટન અને એ પછીના સપ્તાહોમાં દક્ષિણ આફ્રિકા, બ્રાઝીલ અને જાપાનમાં ટ્રાયલ ફરી શરુ કરાઈ હતી. એસ્ટ્રાઝેનેકાએ જણાવ્યું હતું કે ચાલુ વર્ષના અંતભાગમાં તે પરિણામોની આશા રાખે છે. એસ્ટ્રાજેનેકાનો રસી-પ્રોજેક્ટવિશ્વમાં સૌથી આશાસ્પદ છે. ત્રીજા તબક્કાની ટ્રાયલમાં લાખો લોકો પર પ્રયોગ કરાઈ રહ્યો છે. રોજ તેવી 10 રસીમાં આ એક છે. અમેરિકામાં એફડીઆઈની લીલીંઝંડી માટે સ્પર્ધામાં ફાઈઝર અને મોડર્નાની રસી પણ સામેલ છે. બન્ને આગામી મહિને બહાલી માટે વિનંતી કરે તેવી ધારણા છે.


Related News

Loading...
Advertisement