અમેરિકામાં ફેબ્રુઆરી સુધીમાં પાંચ લાખ લોકો કોરોનાનો ભોગ બનશે

24 October 2020 11:36 AM
Top News World
  • અમેરિકામાં ફેબ્રુઆરી સુધીમાં પાંચ લાખ લોકો કોરોનાનો ભોગ બનશે

વોશિંગ્ટન તા.24
અમેરિકા ફરી વખત કોરોનાની ઝપટમાં આવી ગયુ છે ત્યારે આગામી ફેબ્રુઆરી સુધીમાં પાંચ લાખ અમેરિકનો મોતના મુખમાં હોમાય જવાની ચેતવણી યુનિવર્સિયી ઓફ વોશિંગ્ટનના અભ્યાસ રિપોર્ટમાં આપવામાં આવી છે.કોરોનાની રસી હજુ મળી નથી અને નવેસરથી મહામારી મોઢુ ફાડવા લાગી હોવાથી તેના અંદાજો આધારીત રીપોર્ટ તૈયાર કરાયો છે.


રિપોર્ટમાં એમ કહેવાયું છે કે જે રીતે નવા કેસો વધી રહ્યા છે તે જોતા મહામારી વિદાયના માર્ગ હોવાની વાત માની શકાય તેમ નથી. અત્યાર સુધીમાં 2.21 લાખ અમેરિકનો ભોગ બન્યા છે. બે સપ્તાહમાં ચૂંટણી છે. તે ચૂંટણી મુદે પણ બન્યો છે. કેલિફોર્નિયા, ટેકસાસ તથા ફલોરીડા જેવા મોટી વસતી ધરાવતા દેશોમાં વધુ કેસ અને મોત નોંધાવાની ભીતિ પણ દર્શાવવામાં આવી છે. તબકકાવાર જુદા-જુદા રાજયોમાં સંક્રમણ ફેલાશે અને ડીસેમ્બર-જાન્યુઆરીમાં સૌથી વધુ મોત થઈ શકે છે.

રીપોર્ટમાં એમ પણ કહેવાયું છે કે માસ્ક પહેરવા પર વિશ્વભરમાં જોર આપવામાં આવી રહ્યું છે તેના થકી 1.30 લાખ મોત અટકાવી શકાય તેમ છે. અમેરિકામાં કેટલાંક રાજયોએ માસ્ક પહેરવા કડક કાયદા રાખ્યા છે. અન્ય રાજયોમાં બેદરકારી છે. ટ્રમ્પની જેમ તેમના સમર્થકે પણ માસ્કને ગંભીરતાથી લેતા નથી અને ખુલ્લેઆમ ફરે છે. માસ્કનો ફરજીયાત ઉપયોગ કરાવવાથી કોરોના સામેના જંગમાં મદદ મળી શકે છે.


Related News

Loading...
Advertisement