કોરોના ધૂણે છે! વિશ્વમાં 4.90 લાખ તથા અમેરિકામાં રેકોર્ડ બ્રેક 84218 કેસ

24 October 2020 11:25 AM
India World
  • કોરોના ધૂણે છે! વિશ્વમાં 4.90 લાખ  તથા અમેરિકામાં રેકોર્ડ બ્રેક 84218 કેસ

યુરોપીયન દેશોમાં સંક્રમણનો નવો દોર તીવ્ર બનવા લાગ્યો

નવી દિલ્હી, તા.24
વિશ્વને એક વખત ‘લોક’ કરી દેનારા કોરોના ફરી એક વખત ધુણવા લાગ્યો હોય તેમ રોજેરોજ નવા કેસની સંખ્યા રેકોર્ડબ્રેક સ્તરે પહોંચવા લાગી છે. છેલ્લા ચોવિસ કલાકમાં 4.90 લાખ કેસ નોંધાયા હતા. માત્ર અમેરિકામાં જ 81 હજારથી વધુ કેસનો રેકોર્ડ સર્જાયો હતો. યુરોપમાં લગભગ તમામ દેશો ફરીથી ઝપટે ચડવા લાગ્યા છે.


વર્લ્ડોમીટરના આંકડાકીય રીપોર્ટ મુજબ સમગ્ર વિશ્ર્વમાં છેલ્લા ચોવીસ કલાકમાં કોરોનાના કુલ 4,90,059 કેસ નોંધાયા હતા. 6531 દર્દીઓ મોતને ભેટ્યા હતા. વિશ્ર્વમાં અત્યાર સુધીના કોરોનાના કુલ કેસ 4.24 કરોડે પહોંચ્યા છે, જ્યારે કુલ મૃત્યુઆંક 11.49 લાખ થયા છે, અત્યાર સુધીમાં કુલ 3.14 કરોડ લોકો સાજા થઇ ગયા છે.


થોડા વખતની રાહત બાદ અમેરિકામાં કોરોનાએ ફરી ઉથલો માર્યો હતો. અત્યાર સુધીના સૌથી વધુ 81210 કેસ નોંધાયા હતા, 903 લોકોના મોત નિપજ્યા હતા, આ સિવાય બ્રાઝીલમાં 23016, રશિયામાં 17340, સ્પેનમાં 19851, આર્જેન્ટીનામાં 15718, બ્રિટનમાં 15718, ફ્રાંસમાં 42032, બ્રિટનમાં 20530, ઇટલીમાં 19143, જર્મનીમાં 13476, બેલ્જીયમમાં 16746 તથા પોલેન્ડમાં 13332 કેસ હતાં.
સમાચાર એજન્સી રોઇટર્સના રીપોર્ટ પ્રમાણે અમેરિકામાં છેલ્લા ચોવીસ કલાકમાં કોરોનાના નવા કેસની સંખ્યા 84218 હતી, આ સંખ્યામાં રેકોર્ડબ્રેક છે, અગાઉ 16 જાુલાઇએ 77299 કેસનો રેકોર્ડ હતો.


Related News

Loading...
Advertisement