અમરેલી જિલ્લા માટેની એક માત્ર બ્રોડગેજ ટ્રેન સેવા પણ બંધ : મહુવા-બાંદ્રા ટ્રેન ચાલુ કરવા માંગ

24 October 2020 10:34 AM
Amreli Travel
  • અમરેલી જિલ્લા માટેની એક માત્ર બ્રોડગેજ
ટ્રેન સેવા પણ બંધ : મહુવા-બાંદ્રા ટ્રેન ચાલુ કરવા માંગ
  • અમરેલી જિલ્લા માટેની એક માત્ર બ્રોડગેજ
ટ્રેન સેવા પણ બંધ : મહુવા-બાંદ્રા ટ્રેન ચાલુ કરવા માંગ

લિલિયા પંથકના આગેવાનો દ્વારા ઉચ્ચસ્તરે કરાયેલી રજુઆત

અમરેલી, તા. ર4
લીલીયા તાલુકાનાં સામાજિક અગ્રણી નીતિનભાઈ આર. ત્રિવેદી ઘ્વારા મહુવા-બાંદ્રા ટ્રેઈન ચાલું કરવા માટે માંગણી કરવામાં આવેલ છે. જેમાં રેલ્વેના જનરલ મેનેજર મુંબઈ, ડીવીઝનલ મેનેજર (રેલ્વે) ભાવનગર તેમજ સંસદસભ્યને પત્ર ઘ્વારા માંગણી કરવામાં આવે છે કે, મહુવા-બાંદ્રા ટ્રેઈન અઠવાડીયામાં બે વખત ચાલું હતી જે લોકડાઉનનાં હિસાબે બંધ થયેલ જેને ફરીથી ચાલું કરવા માંગ કરી છે.


કારણ કે, અમરેલી જિલ્લાનાં હજારો લોકો સુરત, મુંબઈ,અમદાવાદ વગેરે જગ્યાએ રોજી-રોટી માટે વસવાટ કરી રહૃાા છે તે લોકોને અમરેલી જિલ્લામાં આવવા-જવા માટે ખૂબ જ તકલીફ પડે છે. ઉપરોકત શહેરો સાથે અમરેલી જિલ્લાને રોજીંદો વ્યવહાર છે. જો ટ્રેઈન શરૂ કરવામાં આવે તો લોકોને ખૂબ જ રાહત થાય તેમ છે.


અમરેલી જિલ્લાને બ્રોડગેજની લાંબી લાઈનની ગાડી માત્ર મહુવા-બાંદ્રા એક જ છે. જો તાકીદે શરૂ કરવામાં આવે તો અમરેલી જિલ્લાની જનતાને ખૂબ જ લાભ થાય તેમ છે. તેમજ આવા કપરા કાળમાં લોકોને સસ્તી તથા સલામતીવાળી મુસાફરી કરી શકે. તો આ બાબતે તાકીદે મહુવા-બાંદ્રા ટ્રેઈન શરૂ કરાવવા અંતમાં માંગ કરેલ છે.


Related News

Loading...
Advertisement