મોદી ફકત અદાણી-અંબાણીના જ કામ કરે છે: બિહારમાં રાહુલનો જબરો પ્રહાર

23 October 2020 06:59 PM
India Politics
  • મોદી ફકત અદાણી-અંબાણીના જ કામ કરે છે: બિહારમાં રાહુલનો જબરો પ્રહાર

પટણા: બિહારમાં ચૂંયણી પ્રચાર માટે પહોંચેલા કોંગ્રેસના યુવા નેતા રાહુલ ગાંધીએ તેમના વકતવ્યનો પ્રારંભ જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર હુમલાથી કર્યો હતો તથા ચીન સાથેના સીમા વિવાદમાં આ મોદીને ઘેરાતા ફરી પ્રશ્ન પૂછ્યો હતો કે વડાપ્રધાન એ જવાબ આપે કે ચીન પાસેથી ભારતીય પ્રદેશ કયારે મુક્ત કરાવાશે.શ્રી રાહુલે આક્રમક ભાષામાં કહ્યું કે લદાખ સરહદે બિહારના રેજીમેન્ટના જવાનોએ બલીદાન આપીને દેશની સુરક્ષા કરી હતી પણ આપણા વડાપ્રધાન ચીન પાસેથી આખી જમીન ખાલી કરાવી શકતા નથી. શ્રી રાહુલે મોદી પર જૂઠુ બોલવાનો આરોપ મુકતા કહ્યું કે તમોએ કેટલા બિહારીને રોજગાર અપાવ્યો તે બતાવો, તેઓ કહે છે કે હું ખેડુતો, સેના, મજુરો સામે શિશ ઝુકાવે છે પણ ઘરે જાય છે પછી અદાણી-અંબાણીના જ કામ કરે છે તે તમામ સમક્ષ શીશ ઝુકાવશે પણ કામ નહી કરે. બિહારી મજદૂરોના પલાયન મુદા પર પણ પ્રહાર કર્યા હતા.


Related News

Loading...
Advertisement