એર ઇન્ડીયાની ફલાઇટમાં મુસાફરે ખુદને ત્રાસવાદી જાહેર કરતાં અફડાતફડી

23 October 2020 06:47 PM
India Travel
  • એર ઇન્ડીયાની ફલાઇટમાં મુસાફરે ખુદને ત્રાસવાદી જાહેર કરતાં અફડાતફડી

દિલ્હીથી ગોવા જતી ફલાઈટમાં પ્રવાસ કરતાં ‘ઝીયા ઉલ હક્ક’ને ઝડપી લેવાયો

નવી દિલ્હી,તા. 23
દિલ્હીથી ગોવા જઇ રહેલી ફલાઈટમાં એક મુસાફરએ પોતાને ત્રાસવાદી હોવાનું જાહેર કરતાં અફડાતફડી મચી ગઇ હતી અને વિમાની કર્મચારીઓએ તેને પ્રારંભમાં અંકુશ રાખ્યા બાદ વિમાનનું ઇમરજન્સી લેન્ડીંગ કરીને પોલીસને સુપ્રત કરી દીધો હતો. એર ઇન્ડીયાની આ ફલાઈટ ગઇકાલે દિલ્હીથી ગોવા જવા નીકળી હતી ત્યારે વિમાનમાં સફર કરી રહેલા એક પ્રવાસી જેનું નામ ઝીયા ઉલ હક્ક બતાવાયું છે. તેણે પોતે ત્રાસવાદી હોવાનું કર્મચારીઓને જણાવતા જ ઉડાનમાં જ જબરો તનાવ વ્યાપી ગયો હતો. જો કે મુસાફરો અને વિમાનીના કર્મચારીઓએ આ મુસાફરને ચાલાકીપૂર્વક સંયમમાં રાખ્યો હતો અને પણજી એરપોર્ટ પર જાણ કરતાં જ અહીં વિમાનના લેન્ડીંગ સાથે પોલીસ વિમાનમાં ધસી ગઇ હતી અને તેને ઝડપી લીધો હતો. જો કે બાદમાં આ મુસાફર માનસિક રીતે અસ્થિર જાહેર થયો છે. અને તે દિલ્હીમાં ઇન્સ્ટીટયુટ હ્યુમન બિહેવીયર એન્ડ એલાઈડ સાયન્સમાં સારવાર પણ લઇને આવ્યો હોવાનું જાહેર કર્યું છે.


Related News

Loading...
Advertisement