રેલવેના કર્મચારીઓને રૂા. 18000 સુધીનું બોનસ મળશે

23 October 2020 06:38 PM
India Travel
  • રેલવેના કર્મચારીઓને રૂા. 18000 સુધીનું બોનસ મળશે

નવી દિલ્હી,તા. 23 : કેન્દ્ર સરકાર દ્વારા એક દિવસ પહેલા તેના કર્મચારીઓના બોનસની જાહેરાત કરવામાં આવી હતી અને તેને પગલે રેલવેના કર્મચારીઓને પણ બોનસ નિશ્ચિત થઇ ગયું છે તો રેલવેના તમામ નોનગેઝેટેડ કર્મચારીઓને 78 દિવસનું એટલે કે રૂ. 18000 સુધીનું બોનસ નિશ્ર્ચિત થઇ ગયું છે. કેન્દ્ર સરકાર દ્વારા આ માટે રૂા. 2081.64 કરોડની ફાળવણી થઇ છે અને આગામી એક બે દિવસમાં જ તે ચૂકવાઈ જશે તેવા સંકેત છે. અગાઉ રેલવે કર્મચારીઓએ જો બોનસ ન મળે તો બે કલાક રેલવે હડતાળની ચેતવણી આપી હતી.


Related News

Loading...
Advertisement