પાકે નાપાક હરકતની યોજના બનાવી? સીમાએ નવા અવાકસ તૈનાત કર્યા

23 October 2020 06:31 PM
World
  • પાકે નાપાક હરકતની યોજના બનાવી? સીમાએ નવા અવાકસ તૈનાત કર્યા

દેશની ગંભીર હાલતથી લોકોનું ધ્યાન હટાવવા પાક. સેનાનું નવું ગતકડું

શ્રીનગર (જમ્મુ-કશ્મીર) તા.23
પાકિસ્તાન અને તેની સેના નાપાક હરકતથી ઉંચી નથી આવતી, ખબરો મુજબ પાક. સેનાએ દેશમાં ગંભીર થતી હાલતથી લોકોનું ધ્યાન હટાવવા હવે સીમા પર મિન્હાસ એરફોર્સનાં બેઝ પર અવાકસ (એરબોર્ન વોર્નીંગ એન્ડ ક્ધટ્રોલ સીસ્ટમ)ના નવા બેડાની તૈનાતી કરી છે.
મિન્હાસ એર ફોર્સ બેઝ ભારતનાં શ્રીનગરથી 222 કિલોમીટર દૂર છે. અહીંથી ઉડાન ભર્યા બાદ પાકિસ્તાની લડાયક વિમાન પાંચ મીનીટમાં ભારતીય વાયુસેનામાં પ્રવેશી શકે છે. આ સ્થિતિમાં પાકિસ્તાનની ચાવી કાશ્મીર અને લદાખમાં ભારતની ઓપરેશનલ ઉડાનો પર નજર રાખવાની છે.
ઉલ્લેખનીય છે કે પાકિસ્તાને તાજેતરમાં જ સ્વીડનના સાબ એરોસ્પેસ પાસેથી અવાકસ સીસ્ટમ ખરીદી છે. આ ડીલ ગણી સિક્રેટ હતી.


Related News

Loading...
Advertisement