ભારતની હવા ગંદી: પ્રેસિડેન્સીયલ ડિબેટમાં ટ્રમ્પે ફરી નિશાન પર લીધુ

23 October 2020 02:44 PM
World
  • ભારતની હવા ગંદી: પ્રેસિડેન્સીયલ ડિબેટમાં ટ્રમ્પે ફરી નિશાન પર લીધુ

અમેરિકી પ્રમુખપદની ડિબેટમાં બન્ને સ્પર્ધકો વચ્ચે કોરોના મહામારી, જલવાયુ પરિવર્તન સહિતના સળગતા પ્રશ્ને ચર્ચા

વોશિંગ્ટન તા.23
અમેરિકાના પ્રમુખની ચૂંટણી માટે 3 નવેમ્બરે મતદાન થવાનું છે. એ પહેલા નેશ્ર્વિલમાં ત્રીજી અને આખરી પ્રેસીડેન્સીયલ ડિબેટ યોજાઈ હતી, અને તેમાં બીજીવાર પ્રમુખ બનવા સ્પર્ધામાં ઉતરેલા ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યુ હતું કે જલવાયું પરિવર્તન સામેની લડાઈમાં ભારત ઉપરાંત રશિયા અને ચીનનો રેકોર્ડ ખરાબ છે.

ઉલ્લેખનીય છે કે ટ્રમ્પ અને તેમના ડેમોક્રેટ હરીફ જો બાઈડેન વચ્ચેની 15 ઓકટોબરે યોજાનારી ડિબેટ રદ થઈ હતી. ત્રીજી ડિબેટમાં બન્ને સ્પર્ધકો વિષે અનેક મુદે ચર્ચા થઈ હતી. ટ્રમ્પે ભારત અને ચીનની હવાને ગંદી ગણાવી જલવાયુ પરિવર્તન સામે બાથ ભીડવાની બાઈડેનની યોજનાની ટીકા કરી ટકોર કરી હતી કે એ ટેકસાસ અને ઓકસારોના જેવા રાજયો માટે આર્થિક આફત નોતરશે.

બાઈડેને જણાવ્યું હતું કે કલાઈમેટ ચેન્જ માનવતા સામે અસ્તિત્વનો ખતરો છે. એનો ઉકેલ લાવવાની આપણી નૈતિક જવાબદારી છે. સપ્ટેમ્બરમાં યોજાયેલી પ્રથમ ડિબેટની તુલનામાં ટ્રમ્પે વધુ સંયમીત વલણ અપનાવ્યું હતું. પ્રથમ ડિબેટમાં તેમણે બાઈડેનને બોલતાં વારંવાર અટકાવ્યા છે. આમ છતાં ગુરુવારની ડિબેટમાં પણ બન્ને વચ્ચે વ્યક્તિગત પ્રહારો થયા હતા, અને બન્ને વચ્ચે પરસ્પર આદર નથી તે જણાઈ આવ્યું હતું.

બાઈડેને જણાવ્યું હતું કે જે વ્યક્તિના કારણે લાખો અમેરિકનોનો જીવ ગયો તેમને પદ પર રહેવાનો કોઈ હક નથી. ટ્રમ્પે આ આક્ષેપને નિરાધાર ગણાવતા જણાવ્યું હતું કે અમે જલ્દી વેકસીન લાવી રહ્યા છીએ. જો કે તેમણે એ પણ સ્વીકાર્યુ હતું કે 3 નવેમ્બરે યોજાનારા મતદાન પહેલા રસી આવવાની સંભાવના નથી. ડેમોક્રેટ ઉમેદવારે અમેરિકામાં કોરોના સંક્રમણ બાબતે જણાવ્યું હતું કે ટ્રમ્પ પાસે મહામારી રોકવા કોઈ યોજના નહોતી. હું તમને વિશ્વાસ અપાવુ છું કે જો હું સતા પર આવીશ તો દરેકે માસ્ક પહેરવો પડશે.

કોરોનાના ટેસ્ટ વધારવામાં આવશે. જવાબમાં ટ્રમ્પે જણાવ્યું હતું કે તમે ખોટા અને પુરી જાણકારી વગર આક્ષેપ કરી રહ્યા છો. અમે દરેક શકય કોશીશ કરી હતી. અમેરિકા જ નહીં, વિશ્ર્વનો દરેક ડેટા આ મહામારીની ચપેટમાં છે. થોડા સપ્તાહોમાં જ અમે વેકસીન લાવી રહ્યા છે. મહામારીના કારણે આપણે અમેરિકાને બંધ કરીએ છીએ. અમને ભોંયરામાં છુપાવાનું મંજુર નથી.

અમેરિકામાં વંશવાદ વિષે ટ્રમ્પે જણાવ્યું હતું કે ‘બ્લેક વાઈરસ મેટર’ મામલે રસ્તા પર ઉતરેલા લોકો પોલીસને સુઅર કરી રહ્યા છે. મને લાગે છે કે આ ભયાનક વાત છે. મારા તમામ લોકો સાથે સારા સંબંધ છે. હું આ રૂમમાં સૌથી ઓચો વંશવાદી વ્યક્તિ છું. હું દર્શકોને જોઈ શકતો નથી, પણ આ રૂમમાં સૌથી ઓછો વંશવાદી માણસ છું. ટ્રમ્પે રોકડું પરખાવતા બાઈડેને જણાવ્યું હતું કે તમે દરેક વંશવાદી આગને ભડકાવી છે.

ટ્રમ્પે બાઈડેનને સંબોધી જણાવ્યું હતું કે મેં તમારા કારણે ચૂંટણી લડી છે. મેં એટલા માટે ચૂંટણી લડી લે છે કે તમે ખરાબ કામ કર્યું હતું. જો તમે સારું કામ કર્યું હોત તો હું કયારેય પ્રમુખની ચૂંટણી લડી નહોત. જવાબમાં બાઈડેને કહ્યું હતું કે અમારી પ્રતિષ્ઠા મતપત્રમાં છે. અમને નજીકથી જુવો. બાઈડેને દેશની આરોગ્ય યોજના વિષે જણાવ્યું હતું કે હું સાર્વજનિક વિકલ્પ સાથે ઓબામાકેર પાસ કરાવીશ. બીજું, અમે પ્રીમીયમ અને દવાની કિંમત ઓછી કરીશું. હું વ્યક્તિગત વીમાનું સમર્થન કરુ છું. બાઈડેને જણાવ્યું હતું કે આરોગ્ય સેવા વિશેષાધિકાર નહીં, તે એક અધિકાર છે. આ લોકોનો જીવ બચાવશે. લોકોને એક અવસર આવશે.


Related News

Loading...
Advertisement