વડાપ્રધાનની વેબસાઇટ પર ફરી સાઇબર એટેક: ફ્રેન્ચ નિષ્ણાંતે ચેતવ્યા

23 October 2020 02:04 PM
India Technology World
  • વડાપ્રધાનની વેબસાઇટ પર ફરી સાઇબર એટેક: ફ્રેન્ચ નિષ્ણાંતે ચેતવ્યા

વડાપ્રધાનના અંગત વેબસાઇટના ડેટા ઉપરાંત પીએમ કેયર્સ ફંડમાં ડોનર્સના ડેટા લીક થયા હોવાનું જાહેર: ફ્રેન્ચ હેકર્સે સુરક્ષા માટે મદદ કરવા તૈયારી બતાવી


લંડન, તા.23
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વ્યકિતગત અને સત્તાવાર વેબસાઇટ ફરી એક વખત સાઇબર એટેકનો શિકાર બની હોવાના સંકેત છે અને તે સાઇટ પરથી ડેટા લીક થયા હોવાનો સંકેત મળતા સાઇબર નિષ્ણાંતો ફરી એક વખત મોદીની વેબસાઇટને સુરક્ષીત કરવા તૈયારી કરી છે.

ગત તા.10થી 16 સુધીમાં બે વખત વડાપ્રધાનની પર્સનલ વેબસાઇટ અને તેમની સાથે સંકળાયેલી અન્ય વેબસાઇટો પરથી સાઇબર એટેક થયા હતા અને તેમાં અનેક પ્રકારના ડેટા લીક થયા હોવાના અહેવાલો છે, સુત્રોના જણાવ્યા મુજબ મોદીની વેબસાઇટની સુરક્ષા સામે પણ પ્રશ્ર્ન ઉઠ્યો છે. બિઝનેશ ટુડેના રીપોર્ટ મુજબ ફ્રાન્સના હેકર એલીઓટ્ટ એન્ડરસનએ આજે ફરી એક વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ટવીટર પર તેમની વેબસાઇટની સુરક્ષામાં પ્રશ્નન હોવાનું જણાવીને તેને સુરક્ષીત કરવા માટે તૈયારી બતાવી છે અન્ડરસને કહ્યું હતું કે તેને વડાપ્રધાન કાર્યાલય સાથે વેબસાઇટ સંબંધીત ટીમ સાથે ચર્ચા કરી છે

ડેટા લીક એ વડાપ્રધાનની મુખ્ય સમસ્યા છે અને વિશ્ર્વના અનેક સાઇબર હેકર મોદીની આ વેબસાઇટની સુરક્ષા તોડવા પ્રયત્ન કરી રહ્યા છે. હાલમાં પીએમ કેયર્સ ફંડની વેબસાઇટ પર સાઇબર એટેક થયો હતો અને તેમાંથી ડોનર્સના ડેટા લીક થયા હોવાનું જાહેર થયું છે. ઉપરાંત બેટી બચાવ સ્વચ્છ ભારત જેવી વેબસાઇટ પર પણ હુમલા થયા છે. પીએમ કેયર્સ ફંડમાં જે ડોનેશન અપાયું છે તેમાં 292000 એ ભંડોળ આપ્યું હોવાનું આ હેકર્સે ખુલ્લું પાડ્યું હતું. કુલ 5.74 લાખ લોકોનો ડેટા તેમાં હોવાનું પણ ખુલ્યું હતું


Related News

Loading...
Advertisement