કોરોના સ્માર્ટ ફોનનું કંઈ ન બગાડી શકયો! 3 મહિનામાં 5 કરોડનું વેચાણ

23 October 2020 11:44 AM
India Technology Top News
  • કોરોના સ્માર્ટ ફોનનું કંઈ ન બગાડી શકયો! 3 મહિનામાં 5 કરોડનું વેચાણ

ભારતમાં કોઈ એક ત્રિમાસિકમાં આટલા સ્માર્ટફોન વેચાયાનું અત્યાર સુધીનું સર્વોચ્ચ સ્તર

નવી દિલ્હી તા.23
કોરોના વાઈરસની અસર બજારમા દરેક ક્ષેત્રોમાં થઈ છે પણ આ કોરોના સ્માર્ટ ફોન બજારનું કાંઈ નથી બગાડી શકયો! ભારતીય સ્માર્ટફોન બજાર કોરોના પર ભારે પડેલું નજરે પડે છે.
સપ્ટેમ્બર ત્રિમાસિક (જુલાઈ-સપ્ટેમ્બર)માં સ્માર્ટ ફોનના વેચાણમાં 8 ટકા વધારો થયો છે એટલે કે માત્ર ત્રણ મહિનામાં લગભગ પાંચ કરોડથી વધુ સ્માર્ટ ફોન વેચાયા છે. એક રિપોર્ટમાં આ વાત બહાર આવી છે. કનાલિસના રિપોર્ટ મુજબ ભારતમાં કોઈ એક ત્રિમાસિકમાં આટલા બધા સ્માર્ટ ફોન વેચાવા તે અત્યાર સુધીનું સર્વોચ્ચ સ્તર છે. જો કે સેમસંગ આ ત્રિમાસિકમાં પ્રથમ સ્થાનથી ખસીને બીજા સ્થાને પહોંચ્યું છે, જયારે ચીનની શાઓમી ફરીથી પહેલા સ્થાને આવી ગઈ છે. ટોપ પાંચ કંપનીઓમાં ચીનનો દબદબો છે.
ફેસ્ટીવલ સેલમાં 1.5 કરોડ સ્માર્ટફોન વેચાઈ શકે છે
આ વર્ષે તહેવારોના સેલમાં ઈ-વાણિજય કંપની ફિલપકાર્ટ અને એમેઝોનના દેશભરમાં 1.5 કરોડ સ્માર્ટ ફોનનું વેચાણ કરે તેવું અનુમાન છે. ટેક ઓફ પોતાના એક રિપોર્ટમાં આ વાત કહી હતી. રિપોર્ટ અનુસાર આ ઓકટોબરથી ડિસેમ્બરમાં અનુમાનીત વેચાણના 36 ટકાથી વધુ છે.


Related News

Loading...
Advertisement