કચ્છના હમીરપુર સામુહિક હત્યાકાંડના આરોપી સિદ્ધરાજસિંહના જામીન મંજુર કરતી હાઈકોર્ટ

22 October 2020 11:56 PM
kutch Crime
  • કચ્છના હમીરપુર સામુહિક હત્યાકાંડના આરોપી સિદ્ધરાજસિંહના જામીન મંજુર કરતી હાઈકોર્ટ

આદેસર પોલીસે 5 લોકોની હત્યા મામલે 22 આરોપીઓની ધરપકડ કરી હતી

અમદાવાદ:
કચ્છના હમીરપુર ગામે થયેલા સામુહિક હત્યાકાંડના આરોપી સિદ્ધરાજસિંહ ભાગુબાના જામીન હાઇકોર્ટે મંજુર કર્યા છે. આ બનાવમાં 5 લોકોની હત્યા કરવામાં આવી હતી જેમાં પોલીસે 22 આરોપીઓની ધરપકડ કરી હતી. ગુજરાત હાઈકોર્ટે બુધવારે જામીન અરજી પર સુનાવણી કરી મંજુરી આપી હતી.

કચ્છ જિલ્લાના હમીરપુર ગામમાં અખભાઈ ઉમટ સહિત 4 લોકોની હત્યા કરી દેવામાં આવી હતી. આદેસર પોલીસ સ્ટેશનએ આ મુદ્દે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જેના એક આરોપીએ જામીન માટે અરજી કરી હતી. ગુજરાત હાઈકોર્ટ સમક્ષ અરજદારના વકીલ નીલ લાખાણી અને ધ્રુવ ઠક્કરે દલીલો કરતા જણાવ્યું હતું કે, ફરિયાદીના FIRના નિવેદનમાં અને કોર્ટ સમક્ષ સીઆરપીસીની કલમ 161 મુજબ જે નિવેદન આપ્યા છે તેમાં તફાવત જોવા મળે છે તેમજ જ્યારે આ બનાવ બન્યો ત્યારે આરોપી ઘટનાસ્થળે નહિ પરંતુ 25 કીમી દૂર ગામડામાં હોવાના સીસીટીવીની પણ દલીલ કરી હતી. સુનાવણીના અંતે કોર્ટે અરજીને માન્ય રાખતા આરોપી સિદ્ધરાજસિંહ ભાગુબાના જામીન મંજુર કર્યા હતા.


Related News

Loading...
Advertisement