રસી વચનનો વિવાદ : રાહુલ ગાંધીનું ભાજપ પર કટાક્ષ કરતું ટ્વીટ, 'કોરોનાની વેક્સિન ક્યારે મળશે તે જાણવું હોય તો, રાજયની ચૂંટણી તારીખ તપાસો'

22 October 2020 10:30 PM
Politics
  • રસી વચનનો વિવાદ : રાહુલ ગાંધીનું ભાજપ પર કટાક્ષ કરતું ટ્વીટ, 'કોરોનાની વેક્સિન ક્યારે મળશે તે જાણવું હોય તો, રાજયની ચૂંટણી તારીખ તપાસો'
  • રસી વચનનો વિવાદ : રાહુલ ગાંધીનું ભાજપ પર કટાક્ષ કરતું ટ્વીટ, 'કોરોનાની વેક્સિન ક્યારે મળશે તે જાણવું હોય તો, રાજયની ચૂંટણી તારીખ તપાસો'
  • રસી વચનનો વિવાદ : રાહુલ ગાંધીનું ભાજપ પર કટાક્ષ કરતું ટ્વીટ, 'કોરોનાની વેક્સિન ક્યારે મળશે તે જાણવું હોય તો, રાજયની ચૂંટણી તારીખ તપાસો'

ચૂંટણી પંચમાં ફરિયાદ : ભાજપ દ્વારા ચૂંટણી પૂર્વે નિ:શુલ્ક રસીકરણ આપવાનું વચન કેન્દ્ર સરકારની સત્તાઓનો દુરુપયોગ

પટના:
આજે ગુરુવારે ભાજપે બિહાર વિધાનસભાની ચૂંટણી માટે સંકલ્પ પત્ર બહાર પાડ્યું હતું અને જાહેર કર્યું હતું કે તે રાજ્યના લોકોને કોરોના રસી નિ:શુલ્ક આપશે. આ અંગે વિવાદ શરૂ થઈ ગયો છે. મામલો હવે ચૂંટણી પંચ સુધી પહોંચ્યો છે. એક્ટિવિસ્ટ સાકેત ગોખલેએ ચૂંટણી પંચને ફરિયાદ કરી હતી કે, ભાજપ દ્વારા ચૂંટણી પૂર્વે નિ:શુલ્ક રસીકરણ આપવાનું વચન કેન્દ્ર સરકારની સત્તાઓનો દુરુપયોગ છે. કોંગ્રેસના ઘણા નેતાઓએ પણ આ વચન સામે અવાજ ઉઠાવ્યો છે અને નાણામંત્રી વિરુદ્ધ કાર્યવાહી કરવા ચૂંટણી પંચને વિનંતી કરી છે.

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને વાયનાડના સાંસદ રાહુલ ગાંધીએ પોતાના ટ્વીટ કરતા ભાજપે આપેલા વચન પર કટાક્ષ કર્યો છે. તેમણે ટ્વીટમાં પોસ્ટ કર્યું કે, “ભારત સરકારે કોવિડ વેક્સિન વિતરણની ઘોષણા કરી છે. વેક્સિન અને ખોટા વચનો તમને ક્યારે મળશે તે જાણવા કૃપા કરીને તમારી રાજ્યની ચૂંટણીની તારીખ તપાસો.”

પૂર્વ કેન્દ્રીય પ્રધાન શશી થરૂરે ચૂંટણી પંચને ચૂંટણીના વચનનું પાલન કરવા અને નાણાં પ્રધાન સીતારમણ વિરુદ્ધ કાર્યવાહી કરવા રજુઆત કરી છે. સુભાષચંદ્ર બોઝના પ્રખ્યાત નારાને ધ્યાનમાં રાખી થરૂરે ટ્વીટમાં લખ્યું કે, "તમે મને મત આપો, હું તમને વેક્સિન આપીશ…" થરુરે આગળ લખ્યું, “કેવો ભય પેદા કરનાર કુટિલતા છે! શું ચૂંટણીપંચ આ બધુ જોઈ રહ્યું નથી કેમ ખામોશ છે. નિર્લજ્જ બની ગયેલી સરકારને તે ટોકશે ખરી?

કોંગ્રેસના ચૂંટણી પ્રચાર પ્રભારી રણદીપ સુરજેવાલાએ મીડિયાકર્મીઓને સંબોધતા મફત વેક્સિન આપવાના વચનને બિહારના લોકોનું અપમાન ગણાવ્યું છે. તેમણે કહ્યું કે, હતું. મોદીજી તાજેતરમાં રાષ્ટ્રને સંબોધન કરતા કહ્યું કે, રસીકરણમાં હજુ એક વર્ષ લાગશે, પરંતુ બિહારના ભાજપના નેતાઓ આપણને મૂર્ખ બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. મોદીજી અને નીતીશ કુમાર બન્નેએ ભૂતકાળમાં એકબીજા પર ખોટું બોલવાના આરોપ લગાવ્યા છે. પરંતુ તેઓ આ રોગચાળા દરમિયાન ગરીબ લોકોની મજાક ન ઉડાવે.


Related News

Loading...
Advertisement