કોરોનાગ્રસ્ત ગુજરાતી ફિલ્મ અભિનેતા નરેશ કનોડિયાની હાલત ગંભીર, ઓક્સિજન પર રખાયા

22 October 2020 09:26 PM
Ahmedabad Gujarat
  • કોરોનાગ્રસ્ત ગુજરાતી ફિલ્મ અભિનેતા નરેશ કનોડિયાની હાલત ગંભીર, ઓક્સિજન પર રખાયા
  • કોરોનાગ્રસ્ત ગુજરાતી ફિલ્મ અભિનેતા નરેશ કનોડિયાની હાલત ગંભીર, ઓક્સિજન પર રખાયા

કોરોનાગ્રસ્ત ગુજરાતી ફિલ્મ અભિનેતા નરેશ કનોડિયાની હાલત ગંભીર, ઓક્સિજન પર રખાયા

અમદાવાદ:
ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર નરેશ કનોડિયાનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવતા તા.20 ના રોજ અમદાવાદની યુ.એન. મહેતા હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. આજે તેમની તબિયત બગડી હોવાની માહિતી મળી હતી. સાથે જ હોસ્પિટલમાં સારવારમાં રહેલા નરેશ કનોડિયાની એક તસ્વીર પણ સોશ્યલ મીડિયા પર વાઇરલ થઈ હતી. તેમના પુત્ર અભિનેતા અને ધારાસભ્ય હિતુ કનોડિયાએ પિતાનો ફોટો ટ્વીટર પર પોસ્ટ કરી તેમના ઝડપથી સાજા થવા અંગે પ્રાર્થના કરવા અપીલ કરી હતી. નરેશ કનોડિયા હાલ ઓક્સિજન ઉપર હોવાનું જાણવા મળ્યું છે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં કોરોનાનો પ્રથમ કેસ નોંધાયો ત્યારે નરેશ કનોડિયાએ ‘ભાગ કોરોના ભાગ, ભાગ કોરોના ભાગ’ ગીત ગાઈને લોકોનું ધ્યાન પોતાના તરફ આકર્ષિત કર્યુ હતુ. નરેશ કનોડિયાએ અત્યાર સુધીમાં 125થી વધુ ફિલ્મોમાં કામ કર્યુ છે. ગુજરાતી ફિલ્મ ક્ષેત્રે કનોડિયાનું યોગદાન મહત્વનું રહ્યું છે. તેમણે વેલીને આવ્યા ફૂલ ફિલ્મથી અભિનેતા તરીકેની કારકિર્દીની શરૂઆત કરી હતી. જોડે રહેજો રાજ, હિરણને કાંઠે, ઢોલામારુ, મોતી વેરાણા ચોકમાં, પાલવડે બાંધી પ્રીત, મેરુ માલણ, પરદેશી મણિયારો, વણઝારી વાવ, પારસ પદમણી, કાળજાનો કટકો, વટ, વચન ને વેર, લાડી લાખની સાયબો સવા લાખનો જેવી અનેક હિટ ગુજરાતી ફિલ્મ્સ આપી છે.

નરેશ કનોડિયા પરિવાર સાથે ગાંધીનગર રહે છે. તેમણે રીમા સાથે લગ્ન કર્યા છે. તેમનો એક પુત્ર હિતુ કનોડિયા છે. તે પણ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝનો સ્ટાર છે. હિતુએ ગુજરાતી અભિનેત્રી મોના થીબા સાથે લગ્ન કર્યા છે. બંનેને સંતાનમાં એક પુત્ર રાજવીર છે.


Related News

Loading...
Advertisement