કાલથી સમસ્ત જૈન સમાજમાં આસો માસની આયંબીલ ઓળીનો પ્રારંભ : ઘર બેઠા આરાધના

22 October 2020 07:24 PM
Rajkot
  • કાલથી સમસ્ત જૈન સમાજમાં આસો માસની આયંબીલ ઓળીનો પ્રારંભ : ઘર બેઠા આરાધના

રાજકોટ, તા. રર
આવતીકાલથી સમસ્ત જૈન સમાજમાં શાશ્ર્વતી આયંબીલ ઓળીની આરાધનાનો પ્રારંભ થઇ રહ્યો છે. બાંધેલા કર્મોની નિર્ઝરા કરવા આયંબીલ તપની આરાધના શ્રેષ્ઠ છે. હાલ કોરોનાની મહામારીના કારણે આયંબીલ તપના આરાધકો ઘરમાં રહીને આયંબીલ કરશે. આયંબીલ એટલે રસનાનો ત્યાગ. રાજકોટમાં વખારીયા ઉપાશ્રય દ્વારા આયંબીલ આરાધકો માટે સુકી વસ્તુઓ તથા લાઇવ વસ્તુઓની કીટ અપાશે તથા ઢેબર રોડ પર ગુરૂકુળની પાછળ શ્રી વર્ધમાન સ્થાનકવાસી જૈન સંઘ દ્વારા આયંબીલના તપસ્વીઓ માટે ટીફીનની વ્યવસ્થા કરવામાં આવી છે. આયંબીલમાં નવપદની આરાધના કરવાની હોય છે. શ્રીપાળ-મયણાસુંદરીની કથામાં મયણાસુંદરીએ આયંબીલ તપ કરીને શ્રીપાળ રાજાનો કોઢ મટાડયો હતો. આયંબીલ આરાધનાના નવ દિવસોમાં ઉપાશ્રયોમાં શ્રીપાળ-મયણાસુંદરીના રાસનું વાચન પૂ. ગુરૂ ભગવંતો તથા પૂ. સાધ્વીજી ભગવંતો કરતા હોય છે પરંતુ હાલની સ્થિતિમાં આ શકય નથી.
વિમલનાથ દેરાસર
જિનશાસન પ્રભાવક આ.ભ.પૂ. શ્રી જયશેખરસૂરીજી મહારાજ પ્રેરીત વિમલનાથ જિનાલયમાં શાશ્ર્વતી આયંબીલ ઓળી દરમ્યાન પરમાત્માનો ભવ્યાતિભવ્ય આંગી રચવામાં આવનાર છે. આવતીકાલ તા. ર3ના શુક્રવારે પરમાત્માની આંગીનો લાભ વિનયકાંત પાનાચંદ ટોલીયા પરિવારે લીધો છે. ક્રમશ: તા.ર4ના લાભાર્થી સૌમીબેન અતુલભાઇ મોદી પરિવાર, તા.રપના લાભાર્થી વસંતબેન હસમુખલાલ શાહ પરિવાર, તા. ર6ના લાભાર્થી ચીમનરાય દુર્ગાશંકર મહેતા પરિવાર, તા. ર7ના લાભાર્થી ભાવિકાબેન જયેશભાઇ મહેતા પરિવાર, તા. ર8ના લાભાર્થી ચેતનાબેન અતુલભાઇ પારેખ પરિવાર, તા. ર9ના લાભાર્થી ચીમનરાય દુર્ગાશંકર મહેતા પરિવાર, તા.30ના વિમીબેન અમીનેષભાઇ રૂપાણી પરિવાર તથા તા.31ના નલીનીબેન સંઘવી પરિવાર છે. તેમ ક્ધવીનર વિપુલભાઇ દોશીએ જણાવેલ છે.


Related News

Loading...
Advertisement