રાજકોટ જેલમાં ડબલ મર્ડરના હત્યાનો કેદી દિવાલમાં ચોટાડેલા કાચનાં ટુકડા ખાઇ ગયો!

22 October 2020 07:12 PM
Rajkot Crime
  • રાજકોટ જેલમાં ડબલ મર્ડરના હત્યાનો કેદી
દિવાલમાં ચોટાડેલા કાચનાં ટુકડા ખાઇ ગયો!

માનસિક બિમાર કેદીએ આક્ષેપ કરતા કહ્યું, જેલમાં આવતા ડોકટર બરાબર સારવાર નથી કરતા : કેદી હોસ્પિટલ બિછાને

રાજકોટ તા.22
મૂળ બોટાદનાં અને હાલ રાજકોટ જેલમાં હત્યાનાં ગુનામાં સજા ભોગવી રહેલા કેદીએ માનસીક બિમારીનાં કારણે દિવાલ પર ચોટાડેલા કાચના ટુકડા ખાઇ લેતા તેને સારવાર અર્થે સિવિલમાં ખસેડાયો છે. કેદીએ આક્ષેપ કર્યો હતો કે જેલમાં આવતાં ડોકટર સારવાર કરતા નથી માટે પગલુ ભરી લીધુ હતું. આ અંગે પ્ર.નગર પોલીસ મથકનાં સ્ટાફે કેદીનું નિવેદન નોંધી કાર્યવાહી કરી હતી.
બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મૂળ બોટાદના રહેવાસી અને હાલ રાજકોટ જેલમાં રહેલા મહેશ મુદડભાઇ કઠેશીયા (ઉ.વ.29) નામનો કેદી આજરોજ દિવાલ પર ચોટાડેલા કાચના ટુકડાઓ ખાઇ જતાં લોહી લુહાણ હાલતમાં મહેશને સિવિલનાં પ્રિઝનર વોર્ડમાં ખસેડયો છે.
મહેશ ભાવનગરમાં ડબલ મર્ડરનાં ગુનામાં ઝડપાયો હતો. છેલ્લા 10 માસથી રાજકોટ જેલમાં સજા ભોગવી રહ્યો હતો. તેને માનસીક બિમારી છે. જેલમાં આવતાં ડોકટર સારવાર ન કરતાં પગલુ ભરી લીધુ હતું. આ અંગે પ્ર.નગર પોલીસ મથકનાં એએસઆઇ હરેશભાઇ રામોતર અને માયાબેન પટેલે કાગળો કરી કાર્યવાહી કરી હતી.


Related News

Loading...
Advertisement