‘ઇદે મિલાદુન્નબી’નું ઝૂલૂસ યોજવા પરવાનગી આપો

22 October 2020 06:56 PM
Rajkot
  • ‘ઇદે મિલાદુન્નબી’નું ઝૂલૂસ યોજવા પરવાનગી આપો
  • ‘ઇદે મિલાદુન્નબી’નું ઝૂલૂસ યોજવા પરવાનગી આપો

મુસ્લિમ સમાજના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા અને ગ્યાસુદીન શેખ દ્વારા મુખ્યમંત્રીને રજૂઆત: કોરોના અંગેની ગાઇડ લાઇન અને સોશ્યલ ડિસ્ટન્સના પાલનની ખાત્રી

રાજકોટ તા.22
સમગ્ર વિશ્વને એકતા અને શાંતિનો સંદેશો આપનાર ઇસ્લામ ધર્મના મહાન પૈયગમ્બર હઝરત મોહમ્મદ મુસ્તુફા સાહેબના જન્મદિવસ ઇદે મિલાદુન્નબી પ્રતિ વર્ષ મુસ્લિમ સમાજ દ્વારા શાનો શૌકતથી ઉજવણી કરવામાં આવે છે. આ પ્રસંગે ઠેર-ઠેર ઝૂલૂસ આમ ન્યાઝ, ધર્મસભા સહિતના કાર્યક્રમો આયોજીત કરવામાં આવે છે.
પરંતુ આ વખતે કોરોના વાયરસના ફૂંફાડાના પગલે રાજય સરકાર અને વહિવટી તંત્ર દ્વારા પ્રતિબંધાત્મક હૂકમો કરવામાં આવેલ છે. જેમાં હવે સંક્રમણ ઘટી રહ્યું હોય ત્યારે ઇદે મિલાદુન્નબી પ્રસંગે ઝૂલૂસ યોજવા માટે મંજૂરી આપવાની માંગ સાથે મુસ્લિમ સમાજના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા તથા ગ્યાસુદીન શેખ દ્વારા રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીને ખાસ પત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી આવી છે.
અહીં એ ઉલ્લેખનીય છે કે કોરોના લોકડાઉનમાં મુસ્લિમ સમાજના બિરાદરો દ્વારા રમજાન માસની ઇબાદત પોતાના ઘેર રહીને જ કરવામાં આવી હતી. ત્યારબાદ મર્હોરમના તહેવારમાં પણ તાજીયાનું ઝુલૂસ આ કોરોનાને પગલે આયોજીત કરી શકાયુ ન હતું. હવે કોરોના વાયરસના સંક્રમણ ઘટયું છે ત્યારે ઇદ-એ-મિલાદુન્નબીનું ઝૂલૂસ યોજવા માટે પરમીશન આપવા રાજયમાં ઠેર-ઠેરથી મુસ્લિમ સમાજ દ્વારા માંગણી ઉઠાવવામાં આવી છે.
ત્યારે આ અંગે મુસ્લિમ સમાજના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા અને ગ્યાસુદીન શેખે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીને કરેલી આ રજૂઆતમાં જણાવ્યું છે કે હઝરત મોહમ્મદ પૈયગમ્બર સાહેબના જન્મદિવસ પ્રસંગે ઝૂલૂસ યોજવા પરમીશન આપવા માંગણી કરી છે. ઝૂલૂસમાં સરકારી ગાઇડ લાઇનનું ચુસ્તપણે પાલન અને સોશ્યલ ડિસ્ટન્સ જાળવવાની સાથે આ પરમીશન આપવા તેઓ દ્વારા રજૂઆત કરવામાં આવી છે.


Related News

Loading...
Advertisement