સદ્. મહંત શ્રી દેવકૃષ્ણદાસજી સ્વામીનો 75માં વર્ષમાં પ્રવેશ : ભકિત સાથે ઉજવણી

22 October 2020 06:54 PM
Rajkot
  • સદ્. મહંત શ્રી દેવકૃષ્ણદાસજી સ્વામીનો 75માં વર્ષમાં પ્રવેશ : ભકિત સાથે ઉજવણી

સ્વામિનારાયણ ગુરૂકુળ રાજકોટના વડા

રાજકોટ તા.22 : દેશ-વિદેશમાં ધાર્મિક, સામાજિક અને શૈક્ષણિક ક્ષેત્રે આગવુ સ્થાન ધરાવતી શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ સંસ્થાનના ગુરુસ્થાને બિરાજતા સદગુરુ મહંત સ્વામી પરમ પૂજય દેવકૃષ્ણદાસજી સ્વામી તા.21-10 ને બુધવારના 74 વર્ષ પુર્ણ કરી 75 વર્ષમાં પ્રવેશ કર્યો છે. ત્યારે તેમના હજારો અનુયાયીઓ અને સ્નેહીજનોએ ભગવાનને પ્રાર્થના રૂપે 75 દંડવત, 75 માળા, 75 કીર્તન ગાન, 75 પ્રદક્ષિણા, 75 જનમંગલ પાઠ, 7500 મંત્ર જાપ, 7500 મંત્ર લેખન જેવા નિયમ લઇ ગુરુ પ્રત્યેની પ્રબળ ભાવનાને પ્રકટ કરી હતી. સ્વામીને ભજન-ભકિત અતિ પ્રિય છે. તેથી સૌ ભકતોએ વિશેષ ભજન કરી શ્રીજી મહારાજને પ્રાર્થના કરી ગુરુને વિશેષ નિરામય, દીર્ઘાયુ સદૈવ પ્રદાન કરે એવી ભાવના વ્યકત કરી હતી.ગુરુકુલ ગંગાને પુન:ઉધ્ધાર કરનાર સાધુના શણગાર રાજકોટ ગુરુકુલના સંસ્થાપક શાસ્ત્રીજી મહારાજશ્રી ધર્મજીવનદાસજી સ્વામીના ગુરુકુલમાં રહી અભ્યાસ કરનાર અને પ્રથમ દીક્ષા લેનાર સંત શિરોમણિ એટલે દેવકૃષ્ણદાસજી સ્વામી.
હીરાની પરખ તો સાચો ઝવેરી જ કરી શકે. શાસ્ત્રીજી મહારાજ સાચા માણસ પારખુ ઝવેરી હતા.સ તેમણે નાની ઉંમરે દેવકૃષ્ણદાસજી સ્વામીને ગુરુકુલના મોટા વ્યવહારની જવાબદારી સોંપી અને તેમને મુકેલો વિશ્ર્વાસ પરિપુર્ણ કર્યો.
42-42 જેટલી સંસ્થાનું સંચાલન અને ર60 જેટલા સ્ત્રી ધનના સાચા ત્યાગી સંતો, હજારો વિધાર્થીઓ અને લાખો હરિભકતોના ગુરુસ્થાને બિરાજતા સ્વામીને પૂજાવાનો કયારેય કોડ જાગ્યો નથી. સ્વામીજીની દ્રષ્ટિમાં બાળ-વૃધ્ધ, નાના-મોટા, અમીર-ગરીબ સૌ સરખા છે.
જે કંઇ થાય છે તે ભગવાનની ઇચ્છા મુજબ થાય છે. એવી દૃઢ માન્વતા ધરાવતા સ્વામીજીની આજે સારાંય સ્વામિનારાયણ સંપ્રદાયમાં સાધુ ગુણે સંપન્ન સંતમાં તેમની ગણના થાય છે.સંકલન-રૂગનાથ દસલાણિયા (રાજકોટ)


Related News

Loading...
Advertisement