પોતાના ધારાસભ્યો, પ્રવકતાઓ અને વિરોધપક્ષના નેતાને પણ સાચવી ના શકતી કોંગ્રેસ પ્રજાનું ભલુ શું કરવાની?- પ્રશાંત વાળા

22 October 2020 06:53 PM
Rajkot
  • પોતાના ધારાસભ્યો, પ્રવકતાઓ અને વિરોધપક્ષના નેતાને પણ સાચવી ના શકતી કોંગ્રેસ પ્રજાનું ભલુ શું કરવાની?- પ્રશાંત વાળા

નહેરુ-ગાંધી પરિવારના એકચક્રી શાસનને લીધે 1947થી લઈ આજ સુધીમાં કોંગ્રેસના 70 લાખ ભાગલા પડયા છે

ભાજપા મીડીયા વિભાગના પ્રદેશ ક્ધવીનર શ્રી પ્રશાંત વાળાએ જણાવ્યું હતું કે, કોંગ્રેસમાં જુથવાદ અને આંતરિક વિખવાદ ચરમસીમાએ છે. કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમીતભાઈ ચાવડાના કાર્યકાળમાં 08 નહીં પરંતુ 20 જેટલા ધારાસભ્યોએ કોંગ્રેસ છોડી છે ત્યારે પ્રદેશ અધ્યક્ષ તરીકેની પોતાની નિષ્ફળતા છુપાવવા માટે વારંવાર ભાજપા પર પાયાવિહોણા તદન જૂઠા આક્ષેપો કરી રહ્યા છે. કોંગ્રેસનું તૂટવું કે ડૂબવુ એ કોઈ નવી ઘટના નથી. નહેરુ-ગાંધી પરિવારના એકચક્રી શાસનને લીધે 1947થી લઈ અત્યાર સુધીમાં કોંગ્રેસના 70 વખત ભાગલા પડયા છે. વિધાનસભા પેટાચૂંટણીઓના પરિણામો પછી પણ ગુજરાત કોંગ્રેસમાં રાજીનામાઓનો દોર ચાલુ રહેવાનો છે.
વાળાએ જણાવ્યું હતું કે, રાજયસભાની ચૂંટણી વખતે આપણને સૌને ખબર છે કે, કોંગ્રેસના ઉમેદવાર તરીકે રાજીવ શુકલાનું નામ જાહેર થયેલું હતું પરંતુ સામુહિક રાજીનામાના ભયને લીધે છેલ્લી ઘડીએ ભરતસિંહભાઈનું નામ જાહેર કરવામાં આવ્યું હતું. જો ભરતસિંહભાઈને ટિકીટ ના આપી હોત તો અમિતભાઈ ચાવડા પણ આજે કદાચ કોંગ્રેસમાં ના હોત.
વાળાએ જણાવ્યું હતું કે, ગઈકાલ સુધી જે કોંગ્રેસમાં હતા તેવા સારા અને સનિષ્ઠ લોકો પર બેબુનિયાદ- પાયાવિહોણા આક્ષેપો કરી તેમને વગોવવાને બદલે કોંગ્રેસે પોતે આત્મમંથન કરવાની જરૂર છે. ગુજરાતની આઠે-આઠ વિધાનસભા બેઠકો પર જનતાનો ભાજપાને જે રીતનો પ્રેમ અને પ્રતિસાદ મળી રહ્યો છે તે જોઈ કોંગ્રેસ ડઘાઈ ગઈ છે. વિધાનસભા પેટાચૂંટણીઓમાં કારમા પરાજય બાદ અમિતભાઈનું પ્રમુખપદ પણ ડગુમગુ એટલે હાઈકમાન્ડને ખુશ રાખવા માટે તેણે વારંવાર આવા નિવેદનો કરવા પડે છે.


Related News

Loading...
Advertisement