બાડપર ગામને જોડતા ડામર રોડનું ખાતમુર્હુત કરતા લાખાભાઇ સાગઠીયા

22 October 2020 06:48 PM
Rajkot
  • બાડપર ગામને જોડતા ડામર રોડનું ખાતમુર્હુત કરતા લાખાભાઇ સાગઠીયા

રાજકોટ તા.22
રાજકોટ ગ્રામ્યના મત વિસ્તારના રાજકોટ તાલુકાના ખારચીયા, મકનપર અને બાડપર ગામને ડામર રોડ તથા પુલના કામ રૂા.1 કરોડ 20 લાખના ખર્ચે મંજૂર કરાવીને આજે તેનું ખાતમુર્હુત રાજકોટ ગ્રામ્યના ધારાસભ્ય લાખાભાઇ સાગઠીયાના હસ્તે કરવામાં આવ્યું. આ તકે અને જિલ્લા પંચાયત સભ્ય નિલેશભાઇ વિરાણી તથા તાલુકા પંચાયત સભ્ય ચેતનભાઇ પાણ અને તાલુકા ભાજપ પ્રમુખ વલ્લભભાઇ શેખલીયા તથા મેરામભાઇ જળુ, નિર્મળભાઇ બકુત્રા, મુકેશભાઇ હોડથલી, વેલાભાઇ મુંધવા, ભગવાનભાઇ કુવાડીયા, વિલાષભાઇ ઢાંકેચા, અમરાભાઇ બકુત્રા, કુરજીભાઇ ગેગડીયા, દિનેશભાઇ તોગડીયા તથા ગામોના સરપંચો તથા ગ્રામજનો હાજર રહ્યા હતાં.


Related News

Loading...
Advertisement