રાજમાર્ગો પર દબાણ સાફ કરવા હવે ‘ફૌજીઓ’ ઉતરશે

22 October 2020 06:47 PM
Rajkot
  • રાજમાર્ગો પર દબાણ સાફ કરવા હવે ‘ફૌજીઓ’ ઉતરશે

એસ્ટેટ શાખામાં 10 એન્ક્રોચમેન્ટ રીમુવલ ઇન્સ.ની ભરતી : રપ0 નિવૃત્ત ફૌજી ઉમટયા : હવે રોડ ચોખ્ખાચણાક થશે

રાજકોટ, તા. રર
મહાપાલિકાની એસ્ટેટ શાખામાંથી દબાણ હટાવ વિભાગ જુદો પાડીને અગાઉ કેપ્ટન લેવલના એન્ક્રોચમેન્ટ રીમુવલ ઓફિસરની નિમણુંક કરાયા બાદ આ કામગીરી વધુ સઘન કરવા આજે 10 ઇન્સ્પેકટરની ભરતી કરવામાં આવી છે.
મનપા દ્વારા તાજેતરમાં એસ્ટેટ શાખા માટે એન્ક્રોચમેન્ટ રીમુવલ ઇન્સ.ની 10 જગ્યા ભરવા જાહેરાત બહાર પાડવામાં આવી હતી. આજે કચેરીમાં વોક-ઇન-ઇન્ટરવ્યુ રાખવામાં આવતા લાયકાત મુજબના આધારો સાથે રપ0 જેટલા નિવૃત્ત સૈનિકો ઉમટી પડયા હતા. બપોરે મોડે સુધી તેમની ઇન્ટરવ્યુ પ્રક્રિયા ચાલુ રહી હતી.
ડે.મ્યુનિ. કમિશ્નર, આસી. કમિશ્નર, મહેકમ અધિકારી, ચીફ ઓડિટરની ટીમ દ્વારા નાયક કે તેથી ઉપરની કક્ષાના નિવૃત લશ્કરી અધિકારીના ઇન્ટરવ્યુ લેવામાં આવ્યા હતા જેમાં તેમની વયમર્યાદા પર નકકી કરાઇ હતી. રાજકોટના રાજમાર્ગો હવે સંપૂર્ણપણે દબાણમુકત કરવા એસ્ટેટ શાખામાં હવે ર0 ઇન્સ્પેકટરની ટીમ બની ગઇ છે. આ કામગીરીની આગેવાની હવે નિવૃત સૈનિકો કરવાના હોય, હવે ખરેખર મહાનગરના રાજમાર્ગો વધુને વધુ દબાણમુકત થાય તેવી આશા છે. પોલીસ અને મનપા હવે સ્માર્ટ સીટીને ખરા અર્થમાં દબાણમુકત અને રસ્તાઓ વાહન તથા લોકોને ચાલવા યોગ્ય બનાવે તેવું લાગે છે.


Related News

Loading...
Advertisement