આઠ મિનિટમાં અંબાજી પહોંચાડી દેશે રોપ-વે : વર્ષમાં 80 લાખ યાત્રિકો આવશે

22 October 2020 05:52 PM
Gujarat Top News
  • આઠ મિનિટમાં અંબાજી પહોંચાડી દેશે રોપ-વે : વર્ષમાં 80 લાખ યાત્રિકો આવશે
  • આઠ મિનિટમાં અંબાજી પહોંચાડી દેશે રોપ-વે : વર્ષમાં 80 લાખ યાત્રિકો આવશે
  • આઠ મિનિટમાં અંબાજી પહોંચાડી દેશે રોપ-વે : વર્ષમાં 80 લાખ યાત્રિકો આવશે
  • આઠ મિનિટમાં અંબાજી પહોંચાડી દેશે રોપ-વે : વર્ષમાં 80 લાખ યાત્રિકો આવશે
  • આઠ મિનિટમાં અંબાજી પહોંચાડી દેશે રોપ-વે : વર્ષમાં 80 લાખ યાત્રિકો આવશે

વડાપ્રધાન એશિયાના સૌથી ઉંચા અને 2.32 કિ.મી.ના આધુનિક રોપ-વેનો ડિજિટલ માધ્યમથી પ્રારંભ કરાવશે:શનિવારે દેવ-દાતારની ભૂમિ જૂનાગઢને નજરાણુ અર્પણ કરશે વડાપ્રધાન મોદી : પર્યટકો વધવા સાથે પ્રવાસન ઉદ્યોગ ધમધમશે : એશિયાનો સૌથી ઉંચો રોપ-વે તા. 24થી તરવા લાગશે :130 કરોડનો પ્રોજેકટ : રોપ-વે માટે જુદી જુદી ઉંચાઈના નવ પીલર તૈયાર કરાયા, સૌથી વધુ અંતર છઠ્ઠા અને સાતમાં પીલર વચ્ચે : છઠ્ઠા પીલરની 66 મીટર સૌથી વધુ ઉંચાઈ

જૂનાગઢ,તા. 22
દત અને દાતારની ભૂમિ ગીરનારનાં આંગણે તા. 24 ઓક્ટોબરના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી એશિયાના સૌથી ઉંચા અને આધુનિક રોપ-વેનો ડીજીટલ માધ્યમથી પ્રારંભ કરાવશે. જયારે મુખ્યમંત્રી વિજયભાઈ રુપાણી, પ્રવાસન મંત્રી જવાહરભાઈ ચાવડા સહિતના અન્ય મહાનુભાવો જૂનાગઢના આંગણે આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહેશે.
મહાશિવરાત્રિનો લોકમેળો, ગરવા ગિરનાર લીલી પરિક્રમા અને શ્રેણીબધ્ધ ઐતિહાસિક ધાર્મિક સ્થળ ધરાવતા જૂનાગઢ અને ભવનાથમાં વર્ષે 40 લાખથી વધુ પ્રવાસીઓ યાત્રિકો આવે છે. જૂનાગઢને રોપ-વેનું નવલું નજરાણું મળતા સૌથી વધુ રોજગારી સર્જન કરતા પ્રવાસન ઉદ્યોગને વેગ મળશે. રોપ-વે થતા પ્રવાસીઓ યાત્રિકોની સંખ્યા હાલ જે 40 લાખ જેટલી છે તે 80 લાખને વટાવી જવાનો અંદાજ છે. 130 કરોડના રોપ-વે પ્રોજેકટનું અનેક અડચણો પાર કરી 1લી મે 2007નાં રોજ જૂનાગઢમાં ગુજરાત ગૌરવ દિનની ઉજવણી પ્રસંગે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા ખાતમુર્હુત કરાયું હતું. હવે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આ પ્રોજેક્ટનો પ્રારંભ કરાવશે. રાજ્ય સરકાર અને જૂનાગઢના આગેવાનો દ્વારા સતત રસ લઇ આ પ્રોજેક્ટને કાર્યરત કરવામાં મહત્વની ભૂમિકા અદા કરી છે. 2.32 કિ.મી.નો એશિયાનો સૌથી મોટો અને આધુનિક પ્રોજેક્ટ છે. રોપ-વે બનાવવામાં નિપુણ ઉષા બ્રેકો કંપનીએ આ પ્રોજેક્ટનું નિર્માણ કર્યું છે. 5500 જેટલા પગથીયા ચડીને મા અંબાના દર્શન માટે બે થી ચાર કલાકનો સમય થતો હતો જે હવે રોપ-વેના માધ્યમથી આઠ મીનીટમાં પહોંચી શકાશે.
200 ચો.કિ.મી. જેટલા વિસ્તારમાં ફેલાયેલ ગીરનાર પર્વતમાળા જૂનાગઢ અને ભેંસાણ તાલુકામાં વિસ્તરેલી છે. જેમાં બોરદેવી, સરકડીયા, હનુમાન, ઝીણાબાવાની મઢી સહિત અનેક ધાર્મિક આસ્થાના કેન્દ્રો આવેલા છે તેમ જણાવી અગ્રણી પ્રદીપભાઈ ખીમાણીએ કહ્યું કે જૂનાગઢના સમગ્ર અર્થતંત્રને આ પ્રોજેક્ટથી વેગ મળશે. જૂનાગઢના નાનામાં નાના માણસથી સૌ માટે આ રોપ-વે લાભદાયક છે.

એક કલાકમાં 800 લોકોનું પરિવહન થશે
રોપ-વેમાં આઠ ટ્રોલી રહેશે. દરેક ટ્રોલીમાં આઠ લોકોનું વહન થશે. નવી મોનો કેબલ ટેકનોલોજીમાં 25 આધુનિક ડિઝાઈનની ટ્રોલી છે, જે ભારે પવનનો સામનો કરી શકે છે તેવી એરો ડાયનેમીક પ્રકારની છે. એક કલાકમાં 800 લોકોનું પરિવહન થશે. રોપ-વે માટે જુદી જુદી ઉંચાઈના નવ પીલર તૈયાર કરાયા છે. સૌથી વધુ અંતર છઠ્ઠા અને સાતમાં પીલર વચ્ચે છે. છઠ્ઠા પીલરની ઉંચાઈ 66 મીટર સૌથી વધુ છે.

1958માં શેઠ કાલીદાસે રોપ-વે પ્રોજેકટની ઇચ્છા વ્યકત કરી હતી જે સાકાર થઇ
ગિરનાર રોપ-વે માટે 1958માં શેઠ કાલીદાસે વાત મુકી હતી પરંતુ આ રાજરત્ન વ્યકિતને તે સમયે પણ અનેક અડચણો સામે આવી હતી જે સ્વપ્ન હવે સાકાર થવા જઇ રહ્યું છે. ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્ર મોદી દિલ્હીની ગાદીએ બીરાજમાન થયા બાદ 10 દિવસમાં જ ગીરનાર રોપ-વેનો સાડાચાર દાયકાથી લટકતો પ્રશ્ર્ન એક ઝાટકે હલ કરી તમામ અડચણો દૂર કરી દીધી હતી અને બીજી ટર્મમાં તેમના હસ્તે લોકાર્પણ થતા તા.24 ઓકટોબરે નકકી કરી દેવાતા ગિરનાર રોપ-વેનું કાઉન્ટડાઉન શરૂ કરી ચૂક્યું છે. ટિકિટ દર હજુ સુધી જાહેર કરાયા નથી ઉત્પાદક કંપની દ્વારા ટિકિટના દર આજકાલમાં જાહેર થઇ જશે. રૂા.550 થી 700નો દર હશે તેવું આધારભૂત વર્તુળોમાંથી જાણવા મળી રહ્યું છે.

જૂનાગઢના વ્યવસાયકારોને લાભ : અર્થતંત્રને વેગ મળશે
રોપ-વે ધમધમતો થતા પ્રવાસી યાત્રિકોના માધ્યમથી જૂનાગઢના દરેક વર્ગના ફાયદો થશે. રીક્ષાવાળા લોકોથી માંડીને દુકાનદારો પ્રવાસન, આધારિત વ્યવસાય કરતા નાના મોટા વ્યવસાયકારો, હોટલ માલિકો, આથી સૌ જૂનાગઢવાસીઓ રોપ-વે માટે ઉત્સાહીત છે. જૂનાગઢના અર્થતંત્રને વેગ મળશે. પરિક્રમાની જેમ શિયાળુ ઉનાળુ વેકેશન, નાતાલની રજાઓ, જન્માષ્ટમીની રજામાં, વીક એન્ડમાં લોકો જૂનાગઢના મહેમાન બનશે. કેરળના થેકડી અને મુન્નાર જેવું સૌંદર્ય ધરાવતો ગિરનાર અર્થાત ભવનાથ સૌના માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બનશે.
પ્રવાસન ઉપરાંત ધાર્મિક રીતે વિશેષ મહત્વના ગિરનારી મહારાજના રોપ-વેમાં બેસીને દર્શન કરવાનો લ્હાવો અદભૂત હશે. તેમ જણાવી અંબાજી મંદિરના મહંત તનસુખગીરીબાપુએ કહ્યું કે, હવે મા અંબાના દર્શને આવતા યાત્રિકો વધશે. રોપ-વેથી આ ગિરનાર ક્ષેત્રનો વિકાસ વધુ વેગવંતો થશે. આ વાતનો પડઘો પાડતા મનીષભાઈ રીક્ષાવાળાએ કહ્યું છે કે રોપ-વેથી અમારા માટે પણ વધુ સારા દિવસો આવશે. રીક્ષામાં વધુ યાત્રિકો બેસશે અને આવક વધશે.


Related News

Loading...
Advertisement