રાહુલે લેહમાં આવવુ જોઈતુ હતું અમે પણ તેના ટૂચકા પર હસી લેત

22 October 2020 05:19 PM
Politics
  • 
રાહુલે લેહમાં આવવુ જોઈતુ હતું અમે પણ તેના ટૂચકા પર હસી લેત

લદાખનાં ભાજપના નેતાએ રાહુલ સામે નિશાન તાકયુ

લેહ તા.22
રાહુલ ગાંધીને લઈને લદાખથી ભાજપના સાંસદ સેરીંગ નામ ગ્યાલે મજાક કરતા જણાવ્યું હતું કે રાહુલ ગાંધીએ અહી પણ આવવુ જોઈએ જેથી અમે પણ તેમનાં ટુચકાઓ પર હસીએ.
લેહ સ્વાયતા પહાડી વિકાસ પરિષદની ચૂંટણીઓને લઈને લદાખનાં ભાજપનાં સાંસદ એરીંગે ઉપરોકત કટાક્ષ કરીને રાહુલ પર નિશાન સાધ્યુ હતું.


નામગ્યાલે જણાવ્યું હતું કે કોંગ્રેસે તો સોનિયા ગાંધીને પણ લેહમાં બોલાવી લેવા જોઈતા હતા અમે પણ એમનાં મોંએથી સાંભળવા માગતા હતા કે 70 વર્ષમાં લદાખને એક કેન્દ્ર શાસીત પ્રદેશનો દરજજો ન આપવાના બારામાં તેમની પાસે બોલવા જેવું શું બચ્યુ છે.


Related News

Loading...
Advertisement