હવે સ્વાદ માણો ઉંટણીના દૂધની આઈસ્ક્રીમ અને મિલ્ક પાવડરનો: થેન્કસ ટુ અમૂલ

22 October 2020 05:16 PM
Vadodara Gujarat
  • હવે સ્વાદ માણો ઉંટણીના દૂધની આઈસ્ક્રીમ અને મિલ્ક પાવડરનો: થેન્કસ ટુ અમૂલ

કેમલ મિલ્ક અને ચોકલેટ બજારમાં મુકયા પછી ડેરીનું નવું ખેડાણ

વડોદરા તા.22
માથું ફાડી નાખે તેવી ગરમીમાં મગજ ઠંડુ રાખવામાં હવે તમને રણનું ખુંધિયાળું વાહન મદદ કરશે. ચોકલેટ ઉપરાંત લાંબા સમય સુધી રહી શકે તેવું તાજુ કેમલ મિલ્ક બજારમાં મુકયા પછી અમુલ ઉંટણીના દૂધમાંથી બનાવેલી આઈસ્ક્રીમ અને દૂધ પાવડર લોંચ કરવા જઈ રહી છે. દેશની મોટી ડેરી કંપની અમુલે બે વર્ષ પહેલાં કેમલ મિલ્કનું વેચાણ શરુ કર્યું હતું, છતાં પણ આજે તે ચર્ચામાં છે.

સપ્ટેમ્બર 2018માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ઉંટણીના દૂધના ગુણ બિરદાવ્યા હતા. આણંદ જિલ્લામાં મોગર ખાતે અમુલ ડેરીના ચોકલેટ પ્લાંટ માટે મોદીએ વર્ણવ્યું હતું કે કેમલ દૂધને પોષક ગરાવ્યું ત્યારે તેમને ઉપહાસ કરાયો હતો. ગુજરાતના મુખ્યપ્રધાન તરીકે મોદીએ ઉંટણીના દૂધને લોકપ્રિય બનાવવા પ્રયાસો કર્યા હતા, પણ એ વખતે તેમની આજુબાજુના લોકોએ આ માટે તેમની હાંસી ઉડાવી હતી.

ગુજરાત કોઓપરેટર મિલ્ક માર્કેટીંગ ફેડરેશનના મેનેજીંગ ડિરેકટર આર.એસ.સોઢીએ જણાવ્યું હતું કે અમુલ કેમલ મિલ્ક પાવડરથી દેશમાં પહેલીવાર લાખો લોકોને કેમલ મિલ્કના ગુણોનો જાતાનુભવ લેવા તક મળશે. તેમણે જણાવ્યું હતું કે કચ્છના પશુપાલકો પાસેથી સીધી રીતે મેળવાયેલા ઉંટણીના કુદરતી દૂધમાંથી પાવડર બનાવાયો છે અને તેની શેલ્ફ લાઈફ આઠ મહિનાની છે.

તેમણે જણાવ્યું હતું કે પાવડરનું ઉત્પાદન કચ્છના દૂધ ઉત્પાદકો માટે આશિર્વાદ સાબીત થશે. કેમકે એનાથી કેમલ મિલ્કની આવરદા વધી જશે, અને દરેક ઠેકાણે પ્રાપ્ય બનશે. સોઢીએ દાવો કર્યો હતો કે કેમલ મિલ્ક પ્રોડકટસ લોંચ કર્યા પછી ગુજરાતમાં ઉંટણીના દૂધના ભાવ બમણા થયા છે. ગુજરાત મિલ્ક માર્કેટીંગ ફેડરેશને કચ્છ ડીસ્ટ્રીકટ કોઓપરેટીવ મિલ્ક પ્રોડયુસર્સ યુનિયન લિમીટેડ સાથે એમઓયુ કર્યા છે. કચ્છ દૂધ ઉત્પાદક સંઘ હાલમાં દર મહીને 70000 કેમલ મિલ્ક એકત્ર કરે છે.

ગુજરાતમાં લગભગ 30000 ઉંટ છે. એમાંના મોટાભાગના કચ્છી અને ખટલ પૌલાદના છ રાજયમાં અંદાજે 7000 ઉંટ પાલકો છે.


Related News

Loading...
Advertisement