25 વર્ષ પુરા થતાં વિદેશમાં ફરી રિલીઝ થશે ડીડીએલજે

22 October 2020 05:14 PM
Entertainment
  • 25 વર્ષ પુરા થતાં વિદેશમાં ફરી રિલીઝ થશે ડીડીએલજે

મુંબઈ તા.22
શાહરુખખાન અને કાજોલની ‘દિલવાલે દુલ્હનીયા લે જાયેંગે’ જે-તે સમયે સુપરહીટ રહી હતી. આજે પણ આ ફીલ્મનો અલગ જ ચાહક વર્ગ છે. આદીત્ય ચોપડાએ ડિરેકટ કરેલી આ ફીલ્મને 25 વર્ષ પુરા થયા છે. ભારતીય થિએટર્સમાં સૌથી લાંબી ફિલ્મ હતી. હવે ફરી એક વખત આ ફિલ્મ વિદેશમાં રિલીઝ કરવામાં આવશે. ઈન્ટરનેશનલ ટિબ્યુનના એસોસીએટ વાઈસ પ્રોસીડન્ટ નેલ્સન ડિસોઝાએ વાત કરતાં જણાવ્યું હતું કે, ‘ફીલ્મ દિલવાલે દુલ્હનીયા લે જાયેંગે’ન કારણે લોકો ફરી પ્રેમમાં પડ્યા હતા અને જયારે પણ એનું દુનિયાભરમાં સ્ક્રીનીંગ થયું છે ત્યારે લોકોનાં દિલ જીતી લીધા છે. 25મી એનિવર્સરી હોવાથી આ ફીલ્મને ફરી રિલીઝ કરવામાં આવી રહી છે.’ આ ફિલ્મ જર્મની, યુએઈ, સાઉદી અરેબીયા, કતાર, અમેરિકા, યુકે, કેનેડા, મોરિસીયસ, સાઉથ આફ્રિકા, ઓસ્ટ્રેલીયા, ન્યુઝીલેન્ડ, ફીજી, નોર્વે, સ્વીડન, સ્પેન, સ્વિટઝર્લેન્ડ, ઈસ્ટોનીયા, ફીનલેન્ડમાં ફરી રિલીઝ કરવામાં આવશે.


Related News

Loading...
Advertisement