અભિનેત્રી દિપ્તી નવલની કરાઇ એન્જિયોપ્લાસ્ટી

22 October 2020 04:14 PM
Entertainment
  • અભિનેત્રી દિપ્તી નવલની કરાઇ એન્જિયોપ્લાસ્ટી

મુંબઇ તા. રર : અભિનેત્રી દિપ્તી નવલની મંગળવારે મોહાલીની ફોર્ટિસ હોસ્પિટલમાં એન્જિીયોપ્લાસ્ટિ કરવામાં આવી હતી. તેમને મનાલીમાં હાર્ટ સબંધી સમસ્યા થતા હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જો કે તબીબો તેની તબિયત સ્થિર હોવાનું જણાવી રહયા છે. દિપ્તી છેલ્લા ઘણાં સમયથી પોતાના મનાલી સ્થિત કોટેજમાં રહે છે. આ અંગે દિપ્તીએ પણ પોતાના તબિયત વિશે જણાવ્યુ હતુ કે હવે તે પુરી રીતે સ્વસ્થ છે. દિપ્તીએ હમ પાંચ, ચશ્મે બદૂર, અંગુર, હોલી, ઘર હો તો એસા, શકિત, ફિરાક, જિંદગી ના મિલેગી દોબારા, બેંગ બેંગ, તેવર જેવી ફિલ્મોમાં કામ કર્યુ છે.


Related News

Loading...
Advertisement