31 ઓકટોબરે મોરબીમાં ‘કોરોના ભગાવો-દેશ બચાવો’ રંગોળી સ્પર્ધા યોજાશે

22 October 2020 03:26 PM
Morbi
  • 31 ઓકટોબરે મોરબીમાં ‘કોરોના ભગાવો-દેશ બચાવો’ રંગોળી સ્પર્ધા યોજાશે

સરદાર પટેલ જયંતિએ લોકવિજ્ઞાન કેન્દ્ર દ્વારા આયોજન : માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સની થીમ...

(જીજ્ઞેશ ભટ્ટ) મોરબી, તા. રર
31 ઑકટોબર "સરદાર પટેલ જયંતિ" એટલે "રાષ્ટ્રિય એકતા દિવસ"નાં અનુસંધાને "રંગોળીસ્પર્ધા" કોરોના ભગાવો -દેશ બચાવો"માં કોરોના અંગે લોક જાગૃતિનાં સ્લોગન - સૂત્રોની સ્પર્ધાનું આયોજન "ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી (ગુજરાત સરકાર) ગાંધીનગર દ્વારા માન્ય "આર્ય ભટ્ટ"લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી દ્વારા "વિજ્યાદશમી અને દિપાવલી નાં તહેવાર"નાં અનુસંધાને આયોજન કરવામાં આવ્યું છે આ સ્પર્ધામાં કેટેગરી મુજબ ડ્રોઈંગ સીટમાં મનપસંદ કલરથી રંગોળી બનાવી તેમાં પ્રવર્તમાન કોરોના મહામારીમાં "કોરોના ભગાવો -દેશ બચાવો" અંગે લોક જાગૃતિ માટે કેટેગરી મુજબ એક સ્લોગન સૂત્ર લખવાનું છે સ્પર્ધામાં ભાગ લેવાં "ઘરે બેઠાં "કેટેગરી મુજબ આપેલ માપ સાઈઝની ડ્રોઈંગ સીટ માં રંગોળી બનાવી નીચે સ્લોગન સૂત્ર લખી મનપસંદ કલર પુરી તેનો ફોટો પાડી ને મોકલવી આપવાનો છે

(1) ધોરણ કે.જી. 1 એન્ડ ર સૂત્ર : "માસ્ક જરૂર પહેરો" 11 ફુટ સાઈઝ કાગળમાં બનાવો

(2) ધોરણ 3,4, 5 સૂત્ર :- "માસ્ક શિષ્ટાચાર છે" 11.5 ફુટ સાઈઝ કાગળ માં બનાવો

(3) ધોરણ 6,7 અને 8 સૂત્ર "માસ્ક નો ઉપયોગ- જીવન ને સહયોગ" 2  1.5 ફુટ
સાઈઝ કાગળ માં બનાવો

(4) ધો:-9 થી 12 સુત્ર:- "ઓછાં માં ઓછું 6 ફુટ નું સામાજીક અંતર જાળવો" 22 ફુટ સાઈઝ કાગળ માં બનાવો (5) કોલેજનાં વિદ્યાર્થીઓ, શિક્ષકમિત્રો, તજજ્ઞો તથા વાલીઓ માટે સૂત્ર :- "હાથ સાબુ અને પાણીથી બરાબર ધોવો" 22.5 ફુટ સાઈઝ કાગળ માં બનાવિને મોકલાવવાનું છે


વધુમાં મોરબીની ધી વી સી ટેક હાઈસ્કૂલમાં આવેલ "આર્યભટ્ટ" લોક વિજ્ઞાન કેન્દ્રના એલ એમ.ભટ્ટ અને દિપેન ભટ્ટએ જણાવ્યુ છે કે, દરેક સ્પર્ધકે 9824912230, 8780127202 અથવા 9727986386 ઉપર તેની રંગોળીનો ફોટો પાડીને મોકલાવવાનો છે અને તે રંગોળીને રૂબરૂ આપવા આવો ત્યારે "આર્યભટ્ટ "લોક વિજ્ઞાન કેન્દ્ર ,ધી વી.સી. ટેક. હાઈસ્કૂલ રુમ નં. 202 ખાતે રજુ કરવાંની રહેશે આ સ્પર્ધામાં બધાં જ સ્પર્ધકોને પ્રમાણપત્રો તથા શ્રેષ્ઠ રંગોળી તરીકે પસંદ થયેલ રંગોળીને પ્રમાણપત્રો સાથે સિલ્ડ આપવામાં આવશે આ સ્પર્ધામાં ભાગ લેવા માટેની એન્ટ્રી મોકલવાની છેલ્લી તારીખ 31/ 10 છે.


Loading...
Advertisement