મોરબીના કેદારીયા ગામેથી અપહરણનો આરોપી ઝબ્બે

22 October 2020 03:23 PM
Morbi
  • મોરબીના કેદારીયા ગામેથી અપહરણનો આરોપી ઝબ્બે

છોટા ઉદેપુરની સગીરા સાથે મળી આવ્યો

(જીજ્ઞેશ ભટ્ટ)
મોરબી તા.22
મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં આવેલ કેદારીયા ગામે શનાળા ફાટક પાસે રહેતા પરબત ઉર્ફે પ્રદીપ નાજા સરૈયા ભરવાડ (ઉંમર 23) ની છોટાઉદેપુર પોલીસે ધરપકડ કરેલ છે.
મોરબી પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ છોટાઉદેપુરની સગીરાને ભગાડીને લઈ જવા બાબતે મોરબીના હળવદ તાલુકાના કેદારીયા ગામના પરબત ઉર્ફે પ્રદીપ નાજા સરૈયા ભરવાડની અપહરણના ગુનામાં ધરપકડ કરાયેલ છે. સ્થળ ઉપરથી આરોપીની સાથે સગીરા પણ મળી આવેલ હોય હાલ સગીરા અને આરોપી પરબત સરૈયાને છોટાઉદેપુર પોલીસ તપાસ માટે તેઓની સાથે લઇ ગઇ હોવાનું જાણવા મળે છે.


વૃદ્ધનું મોત
મોરબીના શંકર આશ્રમના પુજારી ગુલાબગીરીએ પોલીસને જાણ કરી હતી કે આશ્રમના બાંકડે એક વૃધ્ધ બેભાન હાલતમાં પડ્યા છે જેથી તાત્કાલિક 108 ને જાણ કરવામાં આવી હતી.જોકે 108 ના ડોક્ટરે આવીને તપાસતા વૃદ્ધનું મોત નિપજયુ હોવાનું ખુલ્યુ હતું. મૃતકનું નામ જશવંતભાઈ વિઠલાપરા વાણંદ જે સામેકાંઠે રહે છે તેઓનું હાર્ટ એટેકથી મોત નીપજ્યું છે જેથી બી ડિવિઝન પોલીસે બનાવની નોંધ કરીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.


વાહન અકસ્માતમાં ઈજા
ધાંગધ્રા નજીકના કોંઢ ગામના રહેવાસી ધમુભાઈ પપ્પુભાઈ રાઠોડ (ઉંમર 60) બાઈક લઈને જતા હતા ત્યારે કોંઢ નજીક તેમનું બાઇક સ્લીપ થઇ જતાં સારવાર માટે મોરબી ખસેડાયા હતા.જયારે મોરબીની પીપળીયા ચોકડીથી હજનાળી તરફ જતા રસ્તે મારામારીનો બનાવ બન્યો હતો જેમાં હરેશ ભોપાભાઈ બાબરીયાને ઇજા થતા સારવાર માટે લઈ જવાયો હતો.


Loading...
Advertisement