સાંપ્રદાયિક નફરત ફેલાવવાના આરોપ બદલ કંગના તથા તેની બહેનને પોલીસનું તેડુ

22 October 2020 12:42 PM
Entertainment
  • સાંપ્રદાયિક નફરત ફેલાવવાના આરોપ બદલ કંગના તથા તેની બહેનને પોલીસનું તેડુ

મણિકર્ણિકા ફરી વિવાદમાં :26 અને 27 ઓકટોબરે પોલીસ સમક્ષ હાજર થવાનો આદેશ

મુંબઇ, તા.22
બાન્દ્રા પોલીસે અભિનેત્રી કંગના રનોત અને તેની બહેન રંગોલી ચન્દેલને બુધવારે નોટીસ ફટકારી છે, 26 અને 27 ઓકટો. સુધીમાં તેમને મુંબઇ પોલીસ સમક્ષ હાજર થવાનો આદેશ આપવામાં આવ્યો છે, તેમના પર સાંપ્રદાયિક નફરત ફેલાવવાનો આરોપ છે.
અદાલતમાં એક અરજી દાખલ કરવામાં આવી હતી જેમાં કંગનાના ટિવટને ‘ભડકાઉ’ ગણાવી તેના પર એફઆઇઆર નોંધવાની માંગ કરવામાં આવી હતી. બાન્દ્રા કોર્ટમાં મુન્ના વરાલી અને સાહિલ અશરફ સૈયદે આ અરજી દાખલ કરી હતી જે પછી કોર્ટે બાન્દ્રા પોલીસને ફરિયાદ દાખલ કરવાનો આદેશ કર્યો હતો.
અરજીમાં કહેવામાં આવ્યું હતું કે, કંગના ટિવટ દ્વારા બોલીવૂડમાં હિન્દુ-મુસ્લિમ સમુદાયમાં તાણ ઉભો કરવાનો પ્રયાસ કરે છે તો બોલીવૂડ માટે ‘નેપોટીઝમ’ જેવા શબ્દોનો ઉપયોગ કરી રહી છે તેના અમુક ટિવટ અને કમેન્ટ ધાર્મિક ભાવનાને ઠેસ પહોંચાડે તેવા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે કંગના હંમેશા પોતાના ટિવટ અને નિવેદનોને લઇને વિવાદમાં રહે છે. અરજીકર્તાએ કંગનાના ટિવટ અને સમાચારમાં આપવામાં આવેલા નિવેદનોમાં હિન્દુ અને મુસ્લિમ કલાકાર વચ્ચે તકરાર ઉભી કરવા તથા સામાજિક દ્વેષ વધારવાનો પણ ઉલ્લેખ કર્યો છે.


Related News

Loading...
Advertisement