ભારતીય અર્થતંત્ર સંપૂર્ણ રિકવરીના આરે: રિઝર્વ બેંક

22 October 2020 12:26 PM
Gujarat
  • ભારતીય અર્થતંત્ર સંપૂર્ણ
રિકવરીના આરે: રિઝર્વ બેંક

અમદાવાદ, તા.22
કોરોના કાળમાં રાહત વચ્ચે ગુજરાતના રીયલ ક્ષેત્ર માટે પોઝીટીવ નિશાની હોય તેમ રાજ્યમાં છેલ્લા છ મહિનામાં 773.63 કરોડની સંપત્તિના દસ્તાવેજો થયા હતા.
રજીસ્ટ્રાર જનરલની કચેરીના આંકડાકીય રીપોર્ટ પ્રમાણે 24 એપ્રિલથી 20 ઓકટોબરના સમયગાળા દરમિયાન 4.76 લાખ દસ્તાવેજો નોંધાયા હતા અને તેમાં સરકારને મોટી આવક થઇ છે. ક્રેડાઇના રાષ્ટ્રીય ચેરમેન જયંત શાહે કહ્યું હતું કે રાજ્ય સરકાર 4.9 ટકાની વર્તમાન સ્ટેમ્પ ડયુટીમાં ઘટાડો કરે તો રીયલ એસ્ટેટ ક્ષેત્રને વધુ જોર મળી શકે તેમ છે.
નેશનલ રીયલ એસ્ટેટ ડેવલપમેન્ટ કાઉન્સીલના ચેરમેન સુરેશ પટેલે પણ કહ્યું કે રેસીડેન્સીયલ ક્ષેત્રમાં ડીમાંડ વધી રહી છે, સરકારી આંકડા પોઝીટીવ નિશાની સુચવે છે, સ્ટેમ્પ ડયુટી ઘટાડવાના સંજોગોમાં સેન્ટીમેન્ટ વધુ સારૂ થઇ શકે છે. દસ્તાવેજો વધે એટલે દેખીતી રીતે સરકારની આવકમાં નાણાંકીય ખાદ્ય લક્ષ્યાંકથી વધુ હોવા છતાં સરકાર હાલ રાજકોષીય તથા નાણાં નીતિમાં સમાન ધોરણે કામ કરી રહી છે, વેપાર-ઉદ્યોગને મહતમ લાભ આપીને વિકાસને પૂર્વવત કરવાનો ઉદેશ છે, ભુતકાળમાં ક્યારેય લેવાયા ન હોય તેવા પગલા રિઝર્વ બેન્કે લીધા છે.


Related News

Loading...
Advertisement