મધ્યપ્રદેશનાં મંત્રીનું વિવાદી વિધાન મદરેસામાંથી પેદા થાય છે આતંકી

22 October 2020 09:46 AM
India Politics
  • મધ્યપ્રદેશનાં મંત્રીનું વિવાદી વિધાન મદરેસામાંથી પેદા થાય છે આતંકી

સંસ્કૃતિ મંત્રી ઉષા ઠાકુરનાં નિવેદન મામલે કોંગ્રેસે ચૂંટણી પંચનું ધ્યાન દોર્યું

ભોપાલ તા.22
મધ્ય પ્રદેશનાં અધ્યાત્મ તેમજ સંસ્કૃતિ મંત્રી ઉષા ઠાકૂરે મદરેસાને લઈને આપેલા બયાનથી નવા વિવાદ ખડો થયો છે. તેમણે જણાવ્યું હતું કે દેશમાં બધા જ કટ્ટરવાદી અને આતંકવાદી મદરેસામાં જ ભણ્યા ગણ્યા છે. બીજી બાજુ મંત્રીનાં આ બયાનને લઈને કોંગ્રેસે ચૂંટણી પંચને આ બાબતે જાણકારી લેવાનું કહીને આરોપ લગાવ્યો છે કે રાજયમાં સશારૂ ભાજપ 28 વિધાનસભા સીટો પર ત્રણ નવેમ્બરે યોજાનારી પેટા ચૂંટણીનાં પ્રચારને સાંપ્રદાયીક એજન્ડાનીતરફ વાળવાનો પ્રયાસ કરી રહી છે.


અધ્યાત્મ અને સાંસ્કૃતિક મંત્રીએ પોતાના બયાનમાં મદરેસાઓને મળતી સરકારી આર્થિક સહાય બંધ કરવાની માંગણી કરી છે.


મંત્રીએ ભાજપ યોજીત પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે બાળકો-બાળકો અને વિદ્યાર્થી-વિદ્યાર્થી હોય છે. આથી દરેક ધર્મના વિદ્યાર્થીઓને સામુહીક શિક્ષણ મળવુ જોઈએ. ધર્મ આધારીત શિક્ષણ કટ્ટરતાને પોષે છે. ઠાકુરે વધુમાં જણાવ્યું હતું કે વકફ બોર્ડ આર્થિક દ્રષ્ટિએ દુનિયાનું મજબૂત સંગઠન છે. મદરેસામાં તેના માધ્યમથી ખર્ચની વ્યવસ્થા કરવી જોઈએ.પણ સરકાર તરફથી વધારાની વ્યવસ્થા થાય તો અન્ય વર્ગોનો હકક છીનવા જેવી વાત કહેવાશે.


Related News

Loading...
Advertisement