ભાવનગરમાં કોરોના નવા ૧૨ કેસ સામે ૨૧ દર્દી સાજા થયા

21 October 2020 08:29 PM
Rajkot Saurashtra
  • ભાવનગરમાં કોરોના નવા ૧૨ કેસ સામે ૨૧ દર્દી સાજા થયા

જિલ્લામાં નોંધાયેલા કુલ ૪,૬૩૬ કેસો પૈકી ૯૦ દર્દીઓ હાલ સારવાર હેઠળ

(વિપુલ હિરાણી)
ભાવનગર, તા.૨૧
ભાવનગર જિલ્લામાં આજે ૧૨ નવા કોરોના પોઝીટીવ કેસ નોંધાતા કુલ સંક્રમિતોની સંખ્યા ૪,૬૩૬ થઈ છે. જેમાં ભાવનગર શહેરી વિસ્તારમાં ૬ પુરૂષ અને ૩ સ્ત્રી મળી કુલ ૯ કેસો નોંધાયા છે. જ્યારે તાલુકાઓમાં ઘોઘાના મામસા ખાતે ૧, સિહોરમાં ૧ તેમજ વલ્લભીપુરના હળીયાદમાં ૧ કેસ મળી કુલ ૩ લોકોના કોરોના રીપોર્ટ પોઝિટિવ આવતા તેમને વધુ સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
ભાવનગર મહાનગર પાલિકા વિસ્તારના ૧૮ અને તાલુકાઓના ૩ એમ કુલ ૨૧ કોરોના પોઝિટિવ દર્દી કોરોનામુક્ત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. તમામ દર્દીઓએ હોસ્પિટલામાંથી ડિસ્ચાર્જ થયા બાદ ૭ દિવસ સુધી ફરજીયાત હોમ આઈસોલેશનમાં રહેવાનું રહેશે. આમ જિલ્લામાં નોંધાયેલા ૪,૬૩૬ કેસ પૈકી હાલ ૯૦ દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ ૪,૪૭૧ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે તેમજ કુલ ૬૮ દર્દીઓના મોત થયા છે.


Related News

Loading...
Advertisement