કાલથી સૌરાષ્ટ્ર યુનિ.ની રી-મીડીયલ પરીક્ષા : 12720 વિદ્યાર્થીઓ

21 October 2020 06:29 PM
Rajkot Saurashtra
  • કાલથી સૌરાષ્ટ્ર યુનિ.ની રી-મીડીયલ પરીક્ષા : 12720 વિદ્યાર્થીઓ

એમ.એ. ઇંગ્લિશ, એમ.એસ.સી. આંકડાશાસ્ત્ર અને ફાર્માસ્યુટીકલની સૌ પ્રથમવાર લેવાશે ઓનલાઇન કસોટી :3પ જેટલી પરીક્ષા કોવીડ-19ની ગાઇડલાઇન મુજબ લેવા 7ર સેન્ટરો પર બેઠક વ્યવસ્થા : 40 ઓબ્ઝર્વર સ્ટેન્ડ-ટૂ રહેશે

રાજકોટ તા. ર1 : સૌરાષ્ટ્ર યુનિ. દ્વારા આવતીકાલ તા. રર ને ગુરૂવારથી રીમીડીયલ પરીક્ષાનો પ્રારંભ થનાર છે. 3પ જેટલી લેવાનારી આ પરીક્ષા શાંતીપુર્ણ વાતાવરણમાં લેવાય તે માટેની તમામ તૈયારીઓને આખરીઓપ યુનિ.ના પરીક્ષા વિભાગ દ્વારા આપી દેવામાં આવેલ છે. આ પરીક્ષામાં 1ર7ર0 વિધાર્થીઓ બેસનાર છે.
જેમાં સૌ પ્રથમવાર પીએચ.ડી.ની પરીક્ષાની જેમજ એમ.એ. ઇંગ્લીશ એમ.એસસી. (સ્ટેટેટીકસ) અને ફાર્માસ્યુટીકલની પરીક્ષા સૌ પ્રથમવાર યુનિ. દ્વારા ઓનલાઇન લેવામાં આવનાર છે. આ 3પ પરીક્ષાઓમાં બી.કોમ સેમ-ર એક્ષર્ટનલની પરીક્ષા પણ યોજવામાં આવી છે.સ કોવીડ-19ની ગાઇડલાઇન મુજબ આ પરીક્ષા યુનિ. સંલગ્ન કોલેજોના 7ર સેન્ટરો પરથી લેવામાં આવશે. જુનાગઢ ખાતે પરીક્ષાનું સેન્ટર આપવામાં આવેલ છે.
જોકે એમ.એ ઇંગ્લીશ, એમ.એસસી. સ્ટેટેટીકસ અને ફાર્માસ્યુટીકલની ઓનલાઇન લેવાનાર પરીક્ષામાં માત્ર 1ર વિધાર્થીઓ જ નોંધાયા છે.
સૌરાષ્ટ્રમાં મોરબી, લીંમડી અને લાઠી બેઠકની આગામી તા. 3ના યોજાનાર હોય જેને લઇને આ પરીક્ષા યુનિ. દ્વારા વહેલા આયોજિત કરવામાં આવી છે.


Related News

Loading...
Advertisement