ઈન્કમટેકસમાં બારોબાર કાર્યવાહી સામે અધિકારીઓના હાથ બાંધી દેતુ સીબીડીટી: નવી માર્ગદર્શિકા લાગુ

21 October 2020 05:48 PM
Rajkot Saurashtra
  • ઈન્કમટેકસમાં બારોબાર કાર્યવાહી સામે અધિકારીઓના હાથ બાંધી દેતુ સીબીડીટી: નવી માર્ગદર્શિકા લાગુ

ટીડીએસ સર્વે માટે ચીફ કમિશ્ર્નરની પૂર્વમંજુરી જરૂરી: અનિવાર્ય હોય તો જ છેલ્લા હથિયાર તરીકે જ ઉપયોગ કરવો :આકારણી-રિકવરી અધિકારીઓ તરફથી હેરાનગતિને બ્રેક: અનેકવિધ નિયમનો-નિયંત્રણો

રાજકોટ તા.21
આવકવેરા કાતાએ ચોરી પકડવા માટે દરોડા ઓપરેશન શરુ કરી જ દીધા છે. પરંતુ હવે ટીડીએસ સંબંધી સર્વે કાર્યવાહી માટે પ્રિન્સીપાલ ચીફ કમિશ્ર્નર કે ચીફ કમિશ્ર્નરની પુર્વ મંજુરી ફરજીયાત બનાવવામાં આવી છે.
કેન્દ્રીય સીધા કરવેરા બોર્ડ દ્વારા આ બારામાં અધિકારીઓને સુચના આપવામાં આવી છે. તપાસનીશ અધિકારીઓને સર્વે કરવાની જરૂરી લાગે તો ઉચ્ચ અધિકારીઓની મંજુરી લેવાનું ફરજીયાત રહેશે. સીબીડીયીએ આવકવેરા કાયદાની કલમ 133એ અંતર્ગત અધિકારીઓની સતા મામલે આંતરિક પરિપત્ર પણ બહાર પાડયો છે.
આવકવેરા ખાતાના સર્વેમાં અધિકારીઓ કરદાતાના વેપારધંધાના સ્થળે ત્રાટકતા હોય છે અને સ્ટોક-હિસાબી સરવૈયા વગેરેની ચકાસણી કરતા હોય છે. ટીડીએસ માટે અલગ જ વિભાગ છે. કેન્દ્રીય સીધા કરવેરા બોર્ડ દ્વારા એવુ પણ સૂચવવામાં આવ્યું છે કે ઓનલાઈન સહિતના સ્ત્રોતમાંથી માહિતીની શકયતા ન રહે તો તેવા સંજોગોમાં છેલ્લા શસ્ત્ર તરીકે જ સર્વે કાર્યવાહી હાથ ધરવી એટલું જ નહીં, આયકર સર્વેનું કાર્યક્ષેત્ર મંજુર થયુ હોય તેનાથી વધુ ન થાય તે વિશે ટીડીએસના પ્રિન્સીપાલ ચીફ કમિશ્ર્નર કે ચીફ કમિશ્ર્નર અથવા ઈન્વેસ્ટીગેશન વિંગે સતત વોચ રાખવી પડશે.
આવકવેરાના આકારણી અધિકારી કે રિકવરી અધિકારી દ્વારા ટેકસ રિકવરીની કાર્યવાહી માટે નવી માર્ગદર્શિકા જારી કરવામાં આવી છે જે અંતર્ગત બળજબરી કે સતામણી-હેરાનગતી ન થાય તેની કાળજી લેવાનું આવ્યાના નિર્દેશ છે. આ નવી માર્ગદર્શિકા તાત્કાલીક અસરથી લાગુ પર પાડી દેવામાં આવી છે.
કરવેરા નિષ્ણાંતોએ કહ્યું કે નિર્દોષ કરદાતાને હેરાનગતિ ન થાય તે માટેના સરકારનો ઉદેશ જણાય છે. પુર્વ મંજુરી તથા તપાસ માટે ટીમને કામગીરી સોંપાવાની કાર્યવાહીમાં પારદર્શિતા રહેશે. અધિકારીઓની બેફામ સતાને પણ બ્રેક લાગશે. ઉપરાંત ચોકકસ ક્ષેત્રથી આગળ તપાસ ન કરવાની ખાસ સૂચના છે. અધિકારીઓ સતા ન હોવા છતાં બારોબાર અધિકારોનો ઉપયોગ કરી લેતા હોય છે તે પણ અટકશે.


Related News

Loading...
Advertisement