બિહારના ત્રણ ઓપિનિયન પોલમાં એનડીએને જ બહુમતીના સંકેત

21 October 2020 01:45 PM
India Politics
  • બિહારના ત્રણ ઓપિનિયન પોલમાં એનડીએને જ બહુમતીના સંકેત

રાજદ વિપક્ષમાં જ રહેશે : ચિરાગ પાસવાનના એલજેપીનો ધબડકો થવાનો ભય

પટના,તા. 21
બિહારમાં વિધાનસભા ચૂંટણીમાં પ્રચાર હવે સ્પીડ પકડવા લાગ્યો છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રેલી સાથે ચૂંટણી પ્રચાર ચરમસીમાએ હશે તેમાં અત્યાર સુધીમાં આવેલા તમામ ઓપીનીયલ પોલમાં બિહારમાં એનડીએને ફરી એક વખત બહુમતી સાથે સતા મળશે તેવા સંકેત આપવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં ત્રણ ઓપીનીયન પોલ જાહેર થયા છે અને ત્રણેયમાં એનડીએને જ વિજેતા બતાવાય છે. લોકનીતિ-આજતક તથા સીએસડીએસના સંયુક્ત ઓપીનીયમ પોલમાં બિહારની 243 બેઠકોમાંથી એનડીએને 133 થી 143 મળી શકે છે જ્યારે મહાગઠબંધન જેમાં આરજેડી અને કોંગ્રેસ સામેલ છે તેને 88 થી 98 તથા હાલ સતત સુર્ખીઓમાં રહેલા ચિરાગ પાસવનના પક્ષ લોકજનશક્તિ પાર્ટીને 2 થી 6 સીટોનો અંદાજ મૂકાયો છે. જો કે રાજ્યમાં મુખ્યમંત્રી તરીકે નિતીશકુમાર જ હશે તેવી અગાઉ એનડીએએ નિશ્ર્ચિત કરી લીધું છે. ટાઇમ્સ નાઉ અને સી-વોટરના ઓપીનીયમ પોલમાં એનડીએને 160 અને આરજેડીને 76 બેઠકો તથા એલજેપીને પાંચ બેઠકોનું અનુમાન કરાયું છે તો એબીવી સી-વોટરના પોલમાં પણ એનડીએને 141 થી 161 અને રાજદના મહાગઠબંધનને 64 થી 84 બેઠકો મળી શકે છે. એકપણ સર્વેમાં એલજેપીને બે આંકડામાં દર્શાવાયેલું નથી. આમ હાલ પોતાને કીંગમેકર સ્થાપવા જઇ રહેલા એલજેપી માટે એક આંચકો હશે તેવું મનાય છે.


Related News

Loading...
Advertisement