ધારાસભા ચૂંટણી પર્વે ખર્ચ મર્યાદામાં 10%નો વધારો

20 October 2020 01:11 PM
India Politics
  • ધારાસભા ચૂંટણી પર્વે ખર્ચ મર્યાદામાં 10%નો વધારો

નવી દિલ્હી: બિહારની ધારાસભા ચૂંટણીઓ તથા ગુજરાત સહિતના રાજયોમાં જે પેટાચૂંટણીઓ યોજાઈ રહી છે તેમાં ઉમેદવાર માટે ચૂંટણીઓની મર્યાદા 10% વધારીને રૂા.30.8 લાખ કરવામાં આવી છે. અગાઉ ચૂંટણીપંચે કોરોના સંક્રમણની સ્થિતિ જોતા જે રીતે ઉમેદવાર માટે પ્રચાર સહિતની કામગીરીમાં કોરોના પ્રોટોકોલનો સામનો કરવો પહે છે તેથી તેઓમાં ચૂંટણી ખર્ચ વધી જશે તેથી રૂા.28 લાખની મર્યાદામાં 10%નો વધારો કરવા ખાસ ભલામણ કરવામાં આવી હતી જે સરકારે મંજુર રાખી છે. જેમાં બિહારમાં રૂા.28 લાખની મર્યાદા હવે રૂા.30.8 લાખની મર્યાદા છે. જયારે જે રાજયોમાં રૂા.20 લાખની મર્યાદા છે ત્યાં રૂા.22 લાખ લોકસભાની ચૂંટણીમાં હાલ રૂા.70 લાખની મર્યાદા છે તે વધારીને રૂા.77 લાખ કરવામાં આવી છે જે તાત્કાલીક અસરથી લાગુ થઈ જશે.


Related News

Loading...
Advertisement