મોબાઈલ પ્લેટફોર્મ ‘ઓટીટી’ પર રિલીઝ થયેલી ફિલ્મો મલ્ટીપ્લેક્ષમાં નહી દર્શાવાય

20 October 2020 12:05 PM
Entertainment
  • 
મોબાઈલ પ્લેટફોર્મ ‘ઓટીટી’ પર રિલીઝ થયેલી ફિલ્મો મલ્ટીપ્લેક્ષમાં નહી દર્શાવાય

ફિલ્મી દુનિયા ‘અનલોક’ થતા જ વિવાદો પણ વધવા લાગ્યા:પ્રથમ રિલીઝ થિયેટરમાં જ મલ્ટીપ્લેક્ષ એસોનો નિર્ણય: ફિલ્મની પ્રિન્ટ માટેના વી.પી.એફ. ચાર્જ પણ ઘટાડવા થિયેટર સંચાલકોનો ઈન્કાર:લોકડાઉનમાંથી મુક્તિ બાદ પણ પ્રેક્ષકોનો રસ નહી સર્જાતા મલ્ટીપ્લેક્ષ માટે મુશ્કેલી વધી: થિયેટર- ઓટીટી રીલીઝ વચ્ચે છ-આઠ સપ્તાહનો ગાળો ફરજીયાત રહેશે

મુંબઈ: દેશમાં અનલોક-5 સાથે તા.15 ઓકટોબરથી મલ્ટીપ્લેક્ષ સહિતના સિનેમાઘરો ખોલવા માટે સરકારે મંજુરી આપી છે. પરંતુ આ બીગ-સ્ક્રીન પર ભાગ્યે જ કોઈ ચહલ પહલ નજરે ચડે છે. સરકારે 50% કેપેસીટી સાથે સિનેમાઘરો ખોલવાની મંજુરી આપી છે પણ એકશન થ્રીલરની શ્રેણીમાં આવતી ‘ખાલી-પીલી’ જેવી ફિલ્મ ના નિર્માતાની ડિસ્ટ્રીબ્યુટર કોઈ હાલ તેની થિયેટર રીલીઝ માટે તૈયાર નથી. ખાસ કરીને કોરોના સમયમાં જયારે થિયેટરો બંધ હતા તે સમયે અનેક નિર્માતા-નિર્દેશકોએ તેમની રેડી ટુ રીલીઝ ફિલ્મો ડબ્બામાં જાય તેના બદલે મોબાઈલ પરના ઓટીટી (ઓવર ધ ટોપ) પ્લેટફોર્મ પર રીલીઝ કરી દેવામાં આવી હતી. આથી મલ્ટીપ્લેક્ષ સંચાલકો નારાજ છે અને હવે જે ફિલ્મો ઓટીટી પર રીલીઝ થઈ ગઈ હોય તેને હવે મલ્ટીપ્લેક્ષમાં રિલીઝ નહી કરવા નિર્ણય લેવાયો છે.

જેની છેલ્લા છ માસમાં ઓટીટી પર રીલીઝ થઈ છે તે હવે થિયેટરમાં આવશે નહી અને આથી હવે અગાઉ રિલીઝ થનારી ફિલ્મોએ સીંગલ સ્ક્રીન થિયેટર પર જવું પડે તેવી શકયતા છે તો બીજો વિવાદ વર્ચ્યુઅલ પ્રિન્ટ ફીનો છે. આ એક એવી ફી છે જે મલ્ટીપ્લેક્ષ સિનેમાઘરો, પ્રોડયુસરો, ડીસ્ટ્રીબ્યુટર પાસેથી વસુલ કરે છે. નિર્માતા-ડીસ્ટ્રીબ્યુટર જે પ્રિન્ટ મલ્ટીપ્લેક્ષમાં રીલીઝ કરવા આવે છે તેમાં હવે આધુનિક મલ્ટીપ્લેક્ષ પ્રોડકશન ફિલ્મનો વધુ સારો અનુભવ થાય તે માટે ટેકનીકલ ફેરફાર પ્રિન્ટમાં કરે છે અને તે માટે દરેક સ્ક્રીન દીઠ રૂા.20000ની ફી નિર્માતા કે ડીસ્ટ્રીબ્યુટર પાસેથી વસુલ કરે છે.

હવે નિર્માતા કે ડીસ્ટ્રીબ્યુટર હાલ 50% સિનેમા કેપેસીટી સાથે જે ફિલ્લમો રિલીઝ થાય તેમાં આ પ્રકારના વધારાના ચાર્જ મલ્ટીપ્લેક્ષ સિનેમાઘરો હાલ વસુલે નહી તેવો આગ્રહ રાખ્યો છે પણ મલ્ટીપ્લેક્ષ સંચાલકો કે ફિલ્મમાં સર્વિસ પ્રોવાઈડરની ભૂમિકા ભજવતી ચેઈન તે ચાર્જ જતો કરવા તૈયાર નથી. ઝી સ્ટુડીયોના સીઈઓ શાકીર પટેલ કહે છે કે છ માસ સુધી એક રૂપિયાની આવક વગર રહેનાર મલ્ટીપ્લેક્ષ સંચાલકો હજુ પણ અકકડ છે તેથી આશ્ર્ચર્ય છે.

તેમની ફિલ્મ ‘સૂરજ પે મંગલ ભારી’ દિપાવલીમાં થિયેટરમાં રિલીઝ થનાર છે પણ તેઓ ઈચ્છે છે કે મલ્ટીપ્લેકસ સંચાલકો વી.પી.એફ. ચાર્જ ઘટાડે પણ મલ્ટીપ્લેક્ષ તે માટે તૈયાર નથી. જો કે હજું હિન્દી ફિલ્મોની જયાં મોટી માર્કેટ છે તે મુંબઈમાં સિનેમાઘરો બંધ છે અને તેથી હાલ કોઈ નિર્માતા વધુ જોખમ લેવા તૈયાર નથી. આ ઉપરાંત હાલ સિનેમાઘર અને મોબાઈલ પ્લેટફોર્મ પર (ઓટીસી) રીલીઝ થતી ફિલ્મો વચ્ચે છ થી આઠ સપ્તાહનો ગાળો રાખવાની મલ્ટીપ્લેક્ષની માંગ છે. કાર્નિવલ સિનેમાના એમ.ડી. પી.પી. સુનિલ કહે છે કે કોરોના કાળ પુર્વે જે કઈ નિયમો હતા તે યથાવત જ રહેવા જોઈએ. વી.વી.એફ.નો વિવાદ ગત વર્ષે કોમ્પીટીશન કમીશન ઓફ ઈન્ડીયા પાસે ગયો જ હતો.

જેણે મલ્ટીપ્લેક્ષની તરફેણમાં ચૂકાદો આપ્યો હતો. ટ્રેડ એનાલીસ કોમલ નાહટા કહે છે કે મલ્ટીપ્લેક્ષની દલીલ સાચી છે. એક વખત તો કઈ ફિલ્મને પહેલા ઓટીટી પર રીલીઝની મંજુરી આપી દેવાય તો પછી એ ફ્રેન્ડ બની જશે. ઉપરાંત તેમાં થિયેટર તથા ઓટીટી રીલીઝ વચ્ચેનો ગાળો પણ ઘટાડવા તૈયાર નથી. તે હાલની જરૂરિયાત છે. છ માસથી મલ્ટીપ્લેક્ષ બંધ પડયા છે અને 50% કેપીસીટીએ જ ચાલે છે તેમાં તેઓ હાલ કોઈ સ્પર્ધક ઈચ્છતા નથી.


Related News

Loading...
Advertisement