આમિર ખાને સ્ટાર પ્લસને ફ્રી માં ‘તારે ઝમી પર’ ટાઇટલ આપ્યુ

20 October 2020 11:19 AM
Entertainment
  • આમિર ખાને સ્ટાર પ્લસને ફ્રી માં  ‘તારે ઝમી પર’ ટાઇટલ આપ્યુ

રાજકોટ તા. ર0 : દેશના ખુણે ખુણે જઇ પ્રતિભા શોધવાનું અને શોધેલ પ્રતિભાને પ્રતિભાશાળી મ્યુઝિક ડિરેકટર શંકર મહાદેવન પાસે સિંગિંગ શીખવાનો મોકો મળશે આ વાત આમિર ખાનને ખુબ પસંદ પડી આથી આ વાતથી તેઓ પ્રભાવિત થઇ કોઇ પણ દલીલ કર્યા વગર સ્ટાર પ્લસને પોતાનું રજિસ્ટર ટાઇટલ તારે ઝમી પર આપી દીધુ. અને એકપણ રૂપિયાનો ચાર્જ લીધા વગર આપ્યુ. બધા લોકોને ખબર છે કે તારે જમી પર નામની આમિર ખાનની ફિલ્મ છે. જે સુપરહિટ ગઇ હતી. પરંતુ કોઇને નથી ખબર કે આમિર ખાને તારે ઝમી પર ટાઇટલ ફિલ્મ ઉપરાંત વેબસિરીઝ અને ટીવી સિરીયલ માટે પણ રજીસ્ટ્રર કરાવ્યુ હતુ અને તેની રજિસ્ટ્રેશન ફી પણ ચુકવી હતી.

શંકર મહાદેવ અને સ્ટાર પ્લસ એ સિંગિંગ રિયલીટી શો નું પ્લાનીંગ કર્યુ છે. અને શોના ટાઇટલ વિશે ચર્ચાઓ ચાલી રહી હતી. ત્યારે શંકર મહાદેવને જ ચેનલ અને આમિર ખાનની મીટીંગ ગોઠવી અને મીટીંગમાં શો નો કોન્સેપ્ટ સાંભળી આમીરે કોઇપણ જાતની દલીલ કે ફી ની માંગણી કર્યા વીના જ સીધી હા પાડી દીધી. શો માટે તે ટાઇટલનું રજિસ્ટ્રેશન ટ્રાન્સફર કરી દેશે. ગઇકાલે તેણે ચેનલને ઓફિશીયલ ટાઇટલ એક રૂપિયાના ચાર્જ લીધા વીના આપી પણ દીધુ.


Related News

Loading...
Advertisement