ડીડીએલજેના શાહરૂખ અને કાજોલનું સ્ટેચ્યુ હવે લંડનમાં

19 October 2020 01:49 PM
Entertainment
  • ડીડીએલજેના શાહરૂખ અને કાજોલનું સ્ટેચ્યુ હવે લંડનમાં

મુંબઇ, તા.19
શાહરૂખ ખાન અને કાજોલની સુપર હીટ ફિલ્મ ‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે’ના 25 વર્ષ પૂરા થવા પર તેમનું સ્ટેચ્યુ લંડનના લેસ્ટર સ્કવેરમાં મુકવામાં આવશે, આ સ્ટેચ્યુ 2021ની મધ્યમાં મુકવામાં આવશે, આવી રીતે તે બોલીવૂડનું પ્રતિનિધિત્વ કરતું પ્રથમ સ્ટેચ્યુ બની જશે.
યશરાજ ફિલ્મ્સની આ ફિલ્મ દ્વારા આદિત્ય ચોપડાએ ડિરેકશનમાં એન્ટ્રી કરી હતી, આ ફિલ્મ થિયેટરના ઇતિહાસમાં સૌથી વધુ ચાલનારી ફિલ્મ બની ગઇ હતી, વર્ષ 1995માં રિલિઝ થયેલી આ ફિલ્મ માત્ર 4 કરોડમાં બની હતી જ્યારે ભારતમાં જ આ ફિલ્મે તે સમયે 89 કરોડનું કલેકશન કર્યું હતું, આ ફિલ્મમાં લંડનના લેસ્ટર સ્કવેરને બતાવવામાં આવ્યું છે, જ્યારે રાજ અને સિમરન એક બીજાની નજીકથી પસાર થાય છે, હવે એ જ સ્થાને શાહરૂખ અને કાજોલનું સ્ટેચ્યુ જોવા મળશે, આ સિવાય આ ફિલ્મનું હોર્સગાર્ડઝ એવન્યુ, હાઇડ પાર્ક, ટાવર બ્રિજ અને કિંગ્સ ક્રોસ સ્ટેશનમાં પણ શૂટીંગ કરવામાં આવ્યું હતું.
લંડનના લેસ્ટર સ્કવેરમાં હેરી પોટર, લોરેલ એન્ડ હાર્ડી, બગ્સ બની, જીન કેલી ઇન સિન્ગિંગ ઇન ધ રેન, વન્ડર વુમનના પણ સ્ટેચ્યુ મૂકવામાં આવ્યા છે.


Related News

Loading...
Advertisement