ફેસબુક-ઈન્સ્ટાગ્રામે 22 લાખ વિજ્ઞાપનો રદ કર્યા

19 October 2020 01:17 PM
India Technology
  • ફેસબુક-ઈન્સ્ટાગ્રામે 22 લાખ વિજ્ઞાપનો રદ કર્યા

દૂધનો દાઝયો છાશ ફુંકી ફુંકીને પીએ! :આ વિજ્ઞાપનો અમેરિકાની રાષ્ટ્રપતિ ચૂંટણીને લગતા હતા

પેરિસ તા.19
દૂધનો દાઝયો છાશ ફુંકી ફુંકીને પીએ એ કહેવત મુજબ ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ સાવધ બન્યું છે અને ભ્રામક દાવા અને માહિતીઓ સાથે જોડાયેલા લગભગ 22 લાખ જેટલા વિજ્ઞાપનોનો અસ્વીકાર કર્યો છે.
ફેસબુકના વૈશ્ર્વિક મામલા અને સંચાર ઉપાધ્યક્ષ નિક ફલેગે જણાવ્યું હતું કે આ વિજ્ઞાપનો અમેરિકાની રાષ્ટ્રપતિ ચૂંટણીને સંબંધીત હતા. કલેગ ફ્રાન્સીસી સાપ્તાહિક જર્નલને એક મુલાકાતમાં જણાવ્યું હતું કે 1.20 લાખ એવી પોસ્ટને પણ હટાવાઈ છે, જે અમેરિકી ચૂંટણીમાં મતદાનને અસર કરી શકતી હતી કે વિધ્ન પેદા કરી શકતી હતી. આટલું જ નહીં. ખોટી માહિતી આપનાર 15 કરોડ પોસ્ટ પર ચેતવણી લેબલ લગાવવામાં આવ્યા છે. તેમણે જણાવ્યું હતું કે 35 હજાર કર્મચારી પ્લેટફોર્મની સુરક્ષાની દેખરેખમાં લાગી ગયા છે. બ્રિટનના પુર્વ નાયબ વડાપ્રધાન કલેગે જણાવ્યું હતું કે કંપની આર્ટીફીશ્યલ ઈન્ટેલીજન્સનો પણ ઉપયોગ કરે છે.


Related News

Loading...
Advertisement