ડ્રગ કેસમાં અભિનેતા અર્જુન રામપાલની ગર્લફ્રેન્ડના ભાઇની ધરપકડ કરતી એનસીબી

19 October 2020 12:23 PM
Crime Entertainment
  • ડ્રગ કેસમાં અભિનેતા અર્જુન રામપાલની
ગર્લફ્રેન્ડના ભાઇની ધરપકડ કરતી એનસીબી


મુંબઇ, તા.19
અભિનેતા સુશાંતસિંહ રાજપૂત ડ્રગ કેસમાં એનસીબી (નાર્કોટીક્સ ક્ધટ્રોલ બ્યુરો)એ 23ની ધરપકડ કરી છે, એનસીબીએ અભિનેતા અર્જુન રામપાલની ગર્લ ફ્રેન્ડના ભાઇ એગિસિલાઓસ ડેમેટીએડ્સ (ઉ.વ. 30)ની ધરપકડ કરી છે તેની પાસેથી એનસીબીને હશીરા અને અલ્પ્રાજોલમની ટેબલેટનો જથ્થો પણ મળી આવ્યો છે. અગાઉ એનસીબીએ દરોડા પાડીને એક ડ્રગ પેડલરની મુંબઇથી ધરપકડ કરી હતી,

એનસીબીના અધિકારીઓએ મુંબઇના સાંતાકુઝ વિસ્તારમાં રહેતા જય માધોક નામના ડ્રગ પેડલરની ગયા ગુરુવારે ધરપકડ કરી હતી, તેના પર ડ્રગનું સેવન કરવાની સાથે તેનો સપ્લાય કરવાનો પણ આરોપ છે.

આ કેસમાં ધરપકડ કરાયેલ 30 વર્ષીય એગિસિલાઓસ પ્રથમ વિદેશી (દક્ષિણ આફ્રિકા) નાગરિક છે, રવિવારે તેને કોર્ટ સમક્ષ રજુ કરવામાં આવ્યો હતો જ્યાં તેના એડવોકેટ કૌશલે જણાવ્યું હતું કે, તે (એગિસિલાઓસ) એજન્સીને સહકાર આપી રહ્યો છે, રિમાન્ડ અંગેની એનસીબીની અરજીમાં તે ડ્રગ ડિલર હોવા અંગેના કોઇ આક્ષેપો કરવામાં આવ્યા નથી તેમ છતાં એગિસિલાઓસને 3 દિવસની કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યો છે.

એનસીબીના એક અધિકારીના જણાવ્યા પ્રમાણે એગિસિલાઓસના કોલ રેકોર્ડ બતાવે છે કે તે ડ્રગ પેડલર અનુજ કેસવાણી અને ડવાયેન ફર્નાન્ડીસના સંપર્કમાં હતો.


Related News

Loading...
Advertisement